________________
૧૨
નવ્ય ઉપદેશ સપ્તતિકા. ગોળ તેમજ લી થઈ જાય છે તેમ તેવા પ્રકારના શુભ અધ્યવસાય રૂ૫ અનાગથી પ્રાપ્ત થયેલા યથાપ્રવૃત્તિ નામના કરણે કરીને આ યુષ્યકર્મ સિવાયના બીજા સાતે કર્મોને એક કેટકેટી સાગરોપમની અંદરની સ્થિતિવાળાં કરે છે. આ ઠેકાણે કર્મમળના સમૂહે જેના વીર્યવિશેષને નાશ કર્યો છે એવા પ્રાણીઓથી ભેદી ન શકાય એ, કઠણ, ગાઢ, ઘણા કાળથીઢ થયેલી વાંસની ગાંઠ જેવો, કર્મના પરિ. ણામથી ઉત્પન્ન થયેલ, રાગદ્વેષના ગાઢ પરિણામ રૂપ પૂ નહીં ભેદેલે એ ગ્રંથિ હોય છે. તે માટે કહ્યું છે કે – " गंठि त्ति सुदुब्भेऊ, करकडघणरूढगूढगंठिव्य । जीवस्स कम्मजणिऊ, घणरागदोसपरिणामो ॥"
કઠણ, ગાઢ અને વાંસની ગઢ ગાંઠની જેમ અત્યંત દુઃખથી ભેદી શકાય એ અને કર્મથી ઉત્પન્ન થયેલ જીવને જે ગાઢ રાગદ્વેષને પરિણામ એ ગ્રંથિ કહેવાય છે.”
આ ગ્રંથિ સુધી અભવ્ય પ્રાણીઓ પણ યથાપ્રવૃત્તિ કરણે કરીને કર્મને ખપાવીને અનંતીવાર આવી શકે છે, પરંતુ તેઓ આ ગ્રંથિને ભેદી શકતા નથી, પણ જેમને મોક્ષનું સુખ મળવાનું નજીક હોય છે તેવો વિકસ્વર ચિત્તવાળો અને દુર્નિવાર એવા ઘણા વીર્યના સમૂહને પામેલે કોઈકજ મહાત્મા તીર્ણ ખર્શની ધારા જેવી ઉત્કછ વિશુદ્ધિએ કરીને યક્ત સ્વરૂપવાળા ગ્રંથિને ભેદે છે. અને તેને ભેદ કરીને મિથ્યાત્વ મેહનીય કર્મની સ્થિતિમાંથી ઉદય સમયની ઉપરની એક અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિનું ઉલ્લંઘન કરીને અપૂર્વ કરણ અને અનિવૃત્તિકરણ નામની વિશુદ્ધિવડે ઉત્પન્ન થયેલા સામ
થી અંતર્મુહૂર્વકાળ પ્રમાણ મિથ્યાત્વના પ્રદેશ વેદવા લાયક દળી