________________
નવ્ય ઉપદેશ સમિતિકા. - ૧૦૧ જ ગુરૂ છે, અને જે જિનરાજે કહેલું છે તેજ તત્વ છે. આ ત્રણવસ્તુએનેજ સમકિત કહેલું છે. ૭૧.
ટીકાર્થ–બાર પ્રકારના તપે કરીને જેણે કર્મને લેપ ધોઈ નાંખે છે એવા જિનેન્દ્ર ઉપરાંત અથવા તત્સમાન બીજે કઈ દેવ નથી, તથા સુસાધુ એટલે અઢાર હજાર શીલાંગ રથને ધારણ કરનાર શાંત દાંત આત્માવાળા મુનિ તેજ ગુરૂ છે, અને શ્રીઅરિહંતે કહેલું તેજ તત્વ–ધર્મ છે, આ ત્રણને સમકિત કહેલું છે. સમ્યક્ પ્રકારનું તત્ત્વ તે સમ્યકત્વ કહેવાય છે. આ સમ્યકત્વની પ્રાપ્તિ થવાથી જીવને નરક અને તિર્યંચ ગતિના દ્વાર બંધ થાય છે અને દેવ, મનુષ્ય તથા મોક્ષનાં સુખો સ્વાધીન થાય છે. સર્વ લાભમાં આ સમતિને લાભ તેજ મેટે લાભ છે. કહ્યું છે કે – " सम्मत्तम्मि उ लद्धे, विमाणवजं न बंधए आउं । जइ वि न सम्मत्तजढो, अहव न बद्धाउरो पुचि ॥"
જે સમક્તિને વમન કર્યું ન હોય, અથવા સમક્તિ પ્રાપ્ત થયાં પહેલાં આયુષ્ય બાંધ્યું ન હોય, તે જીવ સમ્યકત્વ પામ્યા પછી વૈમાનિક વિના બીજું આયુષ્ય બાંધતે નથી.” આ ઉપર શ્રીમૃગધ્વજની કથા આપેલી છે. તે ઉપર બતાવેલું સમક્તિ જે રીતે પ્રાણને પ્રાપ્ત થાય છે, તે રીતિ કાંઈક વિસ્તારથી કહે છે–આ જગતમાં ગંભીર અને અપાર સંસારરૂપી સાગરની મધ્યમાં વર્તતે જીવ સમગ્ર દુ:ખરૂપી વૃક્ષના બીજભૂત મિથ્યાત્વને લઈને અનંત પુદ્ગલપરાવર્ત સુધી અનંત દુબેને અનુભવ કર્યા પછી કેઈપણ પ્રકારે તથા પ્રકારના ભવ્યત્વના પરિપાકના વશથી પર્વતની નદીને પથ્થર જેમ અથડાઈ અથડાઈને