________________
૧૦૫
નવ્ય ઉપદેશ સપ્તતિકા. "अह हुज देसविरऊ, सम्मत्तरऊ रऊ य जिणवयणे । तस्स य अणुव्वयाई, आरोविजंति सुद्धाई ॥१॥ अनियाणोदारमणो, हरिसवसविसट्टकंटयकरालो । पूएइ गुरुं संघ, साहम्मियमाइ भत्तीए ॥२॥ नियदव्वमउव्वजिणिंद-भवणजिणबिंबवरपइटासु । વિયરફ પથપુથ-સુતિસ્થતિસ્થરપૂયા છે રૂ .”
જે દેશવિરતિ હોય, સમકિતધારી હોય, અને જિનવચનને વિષે પ્રીતિવાળા હોય, તેને શુદ્ધ અણુવ્રતો (બાર વ્રત) આરેપણ કરાય છે. ૧. તે પ્રસંગે નિયાણું રહિત ઉદાર મનવાળા, અને હર્ષને લીધે જેના શરીર ઉપર રોમાંચ વિકસ્વર થયા હોય છે એવા શ્રાવકે ગુરૂની અને સાધર્મિકાદિની ભક્તિથી યથાગ્ય પૂજા કરવી. ૨. અને એવા શ્રાવકે નવું જિનંદ્રનું ચૈત્ય કરાવવામાં, જિનબિંબની પ્રતિષ્ઠામાં, પ્રશસ્ત પુસ્તક લખાવવામાં, તથા સુતીર્થ (ચતુર્વિધ સંઘ) અને તીર્થકરની પૂજામાં પોતાનું દ્રવ્ય વાપરવું.”
આ વચનથી શ્રાવક જિનભવન, જિનબિંબ, પુસ્તક અને ચતુવિધ સંઘે એ સાત ક્ષેત્રને વિષે ધનને વાપરે છે. ત્યારપછી દીક્ષાને અવસરે મેહ રહિત મનવાળા થઈને મમતાને છેદી નાંખે છે, મૂળથી ઉખેડી નાંખે છે, તેઓ સર્વ સંસારના સંગથી રહિત થયા સતા આ મનુષ્યભવને પવિત્ર–કૃતાર્થ કરે છે. ૭૨.
છેવટ આ ઉપદેશ સિત્તરીના છેલ્લા કાવ્યમાં આ ગ્રંથ પઠન કરવાનું ફળ કહે છેपठित्तु एवं उर्वएससत्तरिं, मुंणंति चित्ते परमत्थवित्थरं । तरित्तुं ते दुकभरं सुदुत्तरं, खेमेण पाँवंति सुहं अणुत्तरं ।।७३॥
કે નવું જિન ભક્તિથી યથા હોય છે એવા