________________
૨૧
નવ્ય ઉપદેશ સપ્તતિકા. દાસ છું એ પ્રેમ-રાગ અસત્ય પ, દ્વેષથી ગુણવાનને પણ નિર્ગુણ કહે તે દ્વેષ અસત્ય , હાંસીથી અસત્ય બોલવું તે હાસ્ય અસત્ય૭, ભયને લીધે અસત્ય બોલવું તે ભય અસત્ય ૮, આખ્યાયિકા-કથા વિગેરે કહેવાને વિષે આનંદ ઉપજાવવાની ખાતર અસત્ય બોલવું તે આખ્યાયિકા અસત્ય , અને જે ચાર ન હોય તેને ચાર કહેવો તે તેને ઉપઘાતકારી થતું હોવાથી ઉપઘાત અસત્ય કહેવાય છે ૧૦. - હવે ત્રીજી સત્યામૃષા (મિશ્ર) નામની ભાષા પણ દશ પ્રકારની છે, તે આ પ્રમાણે – " उप्पम१विगयरमीसे३, जीव४अजीवेश्य जीवअजीवे६ । तह मीसगा अणंता७, परित्तश्रद्धायहअद्धद्धा१० ॥"
ઉત્પન્ન , વિગત ૨, મિથ (ઉત્પન્ન વિગત) ૩, જીવ ૪, અજીવ ૫, જીવાજીવ ૬, અનંત ૭, પીત્ત (પ્રત્યેક) ૮, અદ્ધા ૯, અને અદ્ધાદ્ધા ૧૦આ દશને આશ્રીને સત્યામૃષા એટલે મિશ્ર ભાષા બેલાય તે તે નામની મિશ્ર ભાષા કહેવાય છે.” તેમાં આજે આ ગામમાં દશ બાળક નવા જમ્યા છે, આવું વચન બોલતાં જે વાસ્તવિક રીતે દશથી ન્યુનાધિકને જન્મ થયો હોય તે તે સાચું તથા જૂઠું બને તેવાથી ઉત્પન્ન મિશ્ર કહેવાય છે ૧, એ જ પ્રમાણે મરણના સંબંધમાં બેલાય તે વિગત મિશ્ર કહેવાય છે ૨, આજે અહીં દશ બાળકો જમ્યા અને દેશનું મરણ થયું એમ એક સાથે ઉત્પન્ન અને વિગતના વિષયવાળું વાક્ય બોલાય તે ઉત્પન્ન વિગત મિશ્ર કહેવાય છે ૩, જીવતા અને મરેલા કૃમિની રાશિ હોય તેમાં ઘણું છેવતા હોવાથી તેને જીવરાશિ કહેવી તે જીવ મિશ્ર કહેવાય છે , તેજ કુમિરાશિમાં ઘણા મરેલા હોય અને ચેડા જીવતા હોય તેને અજીવરાશિ કહેવી તે અવંમિશ્ર કહેવાય છે , જેમાં ઘણું કૃમિઓ મરેલા -