Book Title: Updesh Saptatika
Author(s): 
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 79
________________ or નવ્ય ઉપદેશ સમિતિકા. રથી આપી છે. તેમાં તે વીરકુમાર પરદેશમાં જઈ રાજકન્યાને પરહયા છે. ત્યાં શ્વશુરે આપેલા મહેલમાં પોતાની સ્ત્રી સાથે વિષયસુખ ભેગવતાં કેટલેક કાળ ગયા પછી એકાંતમાં તેને એક દૂતીએ આવીને કહ્યું કે-“આ ગામના પ્રતિહારની, શેઠની, મંત્રીની અને રાજાની સ્ત્રીઓ તમારા સમાગમને ઈચ્છે છે, માટે તેમની પ્રાર્થના સ્વીકારે.” તે સાંભળી કુમારે કાંઈક વિચાર કરીને તે ચારે સ્ત્રીઓને પિતાની પાસે આવવા માટે રાત્રીના ચાર પહોર અનુક્રમે આપ્યા. પહેલા ૫હેરે પ્રતિહારની સ્ત્રી આવી. તેના આવ્યા પહેલાં કુમારે સકેત કરીને રાજાને પિતાના મહેલમાં આ વૃત્તાંત જેવા ગુપ્ત રીતે બેલાવી રાખ્યું હતું. કુમારે તે પ્રતિહારની સ્ત્રીને ઉપદેશ આપે કે “હે ભદ્રે ! વિષની જેવા વિષયે આ જન્મમાં દુઃખને તથા તીવ્ર આપત્તિને આપનારા છે, અને પરભવમાં નરકગતિને આપનારા છે. ભેગનું સેવન કરવાથી આ ભવમાં અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે અને પરભવમાં દુર્ભાગ્ય તથા વહાલાને વિયેગ કરનાર થાય છે. જેમ જળવડે લવણ સમુદ્ર તૃપ્ત થતું નથી અને કાવડે અગ્નિ તૃપ્ત થતું નથી, તેમ જીવ પણ વિષયના સુખથી તૃપ્ત થતું નથી. આ જીવે સ્વર્ગમાં અનેકવાર અત્યંત વિષયે ભગવ્યા છે, તે પણ તે તૃપ્ત થયે નથી, તે આ મનુષ્ય જન્મના તુચ્છ ભેગેથી તે શી રીતે તૃપ્ત થશે? પ્રાણુઓને આ વિષયે બાહા વૃત્તિથી અતિ મહર લાગે છે, પરંતુ પરિણામે તે તે કિંપાકના ફળની જેવા કટુજ નિવડે છે; તેથી કરીને ત્યાગ કરવા લાયક આ ભેગે પંડિતેને આદરવા ગ્ય નથી, પરંતુ ઇદ્રિયને નિયમમાં રાખવી તેજ ગ્ય છે.” આ રીતે ઉપદેશ આપીને કુમારે પ્રતિહારીને બેધ પમાડ્યો. બીજે પહોરે શેઠની સી આવી, ત્યારે કુમારે પ્રતિહારીને જવનિકાની અંદર ગુપ્ત કરીને

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118