________________
નવ્ય ઉપદેશ સપ્તતિકા. મૂળાથ-જિનચૈત્ય (પ્રતિમા) ની, સંઘની તથા ધર્માચાર્યાદિકની કીર્તિને બોલનારા ભવ્ય જીવો સધિને સુલભ કરે છે, અને તેમના અવર્ણવાદ બલવાવડે કુબધિ-દુર્લભધિને સુલભ કરે છે. ૫૯. . . . .
. ' ' ટીકાર્થ–વર્ણ એટલે કીર્તિરૂ૫ વર્ણવાદને બોલતા ભવ્ય જ સમ્યગદર્શનરૂપ સોધિને સુલભ કરે છે, અર્થાત્ તેને ભવાતરમાં ધર્મની પ્રાપ્તિ સહેજે થાય છે. તેના વર્ણવાદને બેલનારને ધર્મની પ્રાપ્તિ સુલભ થાય છે? એ શંકા ઉપર કહે છે કે–જિનેશ્વરના ચૈત્ય એટલે ચિત્તની પ્રસન્નતાને ઉત્પન્ન કરનારી જિનેશ્વરની પ્રતિમાઓ તથા સંઘ એટલે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સમૂહ, તથા ધર્માચાર્યાદિકની પ્રશંસા કરનારા છે. સુલભધિ થાય છે અને તેઓના અવર્ણવાદને બોલનારા પ્રાણીઓ પરભવમાં દુર્લભધિપણને પામે છે. શ્રીસ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે “જી પાંચ સ્થાને કરીને સુલભબધિ થાય તેવા કર્મને બાંધે છે, તે આ પ્રમાણે-અરિહંતની પ્રશંસા કરવાથી, અરિહંત ભાષિત ધર્મની પ્રશંસા કરવાથી, આચાર્ય ઉપાધ્યાયની લાઘા કરવાથી, ચતુર્વિધ સંઘની કીર્તિ ગાવાથી તથા વિવિક્ત તપ અને બ્રહ્મચર્યવાળા જીની લાઘા કરવાથી. વળી પાંચ સ્થાને કરીને જે દુર્લભધિપણની પ્રાપ્તિ થાય તેવું કર્મ બાંધે છે. તે આ પ્રમાણે અરિહંતના અવર્ણવાદ બલવાથી, અરિહંતે પ્રરૂપેલા ધર્મના અવર્ણવાદ બોલ વાથી, આચાર્ય ઉપાધ્યાયના અવર્ણવાદ બોલવાથી, સંઘના અવર્ણ વાદ બલવાથી તથા વિવિક્ત તપ અને બ્રહ્મચર્યવાળા દેવના અવર્ણવાદ બોલવાથી.” આ વિષય ઉપર શ્રીસુબુદ્ધિ પ્રધાનની તથા કૌ--
૧ અમુક પ્રકારે તપ ને બ્રહ્મચર્ય.