________________
નવ્ય ઉપદેશ સપ્તતિકા. तत्तं सुणित्ता सुगुरूहि वुत्तं, तुझ पैमायायरणं नै जुत्तं ॥६७॥ - મૂળાર્થ—અત્યંત દુર્લભ મનુષ્યપણું, પવિત્ર કુળ, તથા આર્યક્ષેત્રને પામીને અને સદગુરૂએ કહેલું તત્વ સાંભળીને તારે પ્રમાદ સેવવો તે ચોગ્ય નથી. ૬૭.
ટીકર્થ—અત્યંત દુર્લભ એવું મનુષ્યપણું–નરજન્મ પામીને, તથા તેથી પણ દુર્લભ એવા પવિત્ર કુળને-ઉત્તમકુળમાં જન્મને પામીને, તથા તેથી પણ દુર્લભ એવા આર્યક્ષેત્રને પામીને તથા તેથી પણ દુર્લભ એવા સશુરૂએ કહેલા તત્ત્વને સાંભળીને એટલે આચામેં, ઉપાધ્યાય અને સર્વ સાધુએ કહેલા ધર્મસ્વરૂપને સાંભળીને હે જીવ! હવે પ્રસાદનું આચરણ કરવું તને યેગ્ય નથી. જે કઈ દુર્લભ વસ્તુ પ્રાપ્ત થઈ હોય તે તે યત્નપૂર્વક સાચવી રાખીએ તેજ સારું કહેવાય, માટે હવે ધર્મારાધનમાં પ્રમાદ કરે નહીં. અહીં મનુષ્યભવની દુર્લભતા ઉપર નાનાં મોટાં દશ દષ્ટાંતે આપ્યાં છે. તે આ પ્રમાણે-કાર્પટિક ૧, ચાણક્ય ૨, ધાન્ય ૩, ઘત ૪, રત્ન પ, મૂળદેવ ૬, સુરેંદ્રદત્ત ૭, કચ્છપ (કાચબા) ૮, યુગશમીલા, ૯ અને સ્તંભ ૧૦. મૂળ લેકના પહેલા પાદમાં નરભવની દુર્લભતા જણાવી છે, તે ઉપર આ દશ દષ્ટાંતે કહેલા છે.
હવે મૂળ લેકનાં બીજા પાદને પરમાર્થ આ પ્રમાણે છે – મનુષ્યભવ પ્રાપ્ત થયા છતાં પણ ઉત્તમ કુળ પ્રાપ્ત થવું દુર્લભ છે, અને ઉચ્ચ કુળ પ્રાપ્ત થયા છતાં પણ આર્યક્ષેત્ર વિના ધર્મની પ્રાપ્તિ
૧ કાપડી–એક જાતને બાવો-ગી. ૨ યુગ–સ. શમિલા-માંનાખવાની ખીલી.