________________
ફ
નવ્ય ઉપદેશ સપ્તતિકા
છતાં પણ શીળની પ્રાપ્તિ ઉત્તમ છે ૧૨, શીળમાં પણ ક્ષાયિકભાવ ઉત્તમ છે ૧૩, ક્ષાવિકભાવમાં પણ કેવળજ્ઞાન ઉત્તમ છે ૧૪, અને કેવળીપણું પ્રાપ્ત થયા છતાં શાશ્વત મોક્ષ ઉત્તમ છે ૧૫ આ પંદર અંગ-પ્રકારવાળે મેક્ષ સાધવાને ઉપાય છે. તેમાંથી હે જીવ! તે ઘણું પ્રાપ્ત કર્યું છે. હવે થોડું જ પ્રાપ્ત કરવું બાકીમાં છે તે પ્રાપ્ત કરવા પ્રયત્ન કર. ૧ થી ૫
આર્ય દેશોનાં નામ આ પ્રમાણે છે"मगहंगवंगकासी कलिंगकुरुकोसलाकुसट्टा य । जंगलवच्छविदेहा, पंचालसुरसंडल्ला ॥१॥ मलयत्थसिंधुचेई, वयराउदसनभ(म)गवट्टा य । लाटा य सूरसेणा, कुणाल तह केयई अद्धं ॥२॥ जत्थ न जिणकल्लाणा, न चकिबलकेसवाण अवयारो। न य. जिणधम्मपवित्ती, सगजवणाई अणजा ते ॥ ३॥"
મગધ, અંગ, વંગ (બંગ-બંગાળા), કાશી, કલિંગ, કુર, કેશલ, કુશા(વ), જંગલ, વત્સ, વિદેહ, પાંચાલ, સોરઠ, શાંડિલ્ય, મલય, અર્થ (મત્સ્ય-અચ્છ) સિંધુ, ચેદી, વરાડ, (વરૂણ-વૈરાટ) દશણ, ભંગ (મંગ), વર્ત (માસ), લાટ, સૂરસેન, કુણાલ અને અર્ધો કેકઈ દેશ આ સાડીપચીશ આર્યદેશો છે. જે દેશમાં જિનેશ્વરના કલ્યાણ થતા નથી, ચકવતી, બળદેવ અને વાસુદેવની જયાં ઉત્પત્તિ થતી નથી, તથા જ્યાં જિનધર્મની પ્રવૃત્તિ જ નથી તેવા શકદેશ અને યવનદેશ વિગેરે અનાર્ય દેશો છે.”
૧ આમાં કૌંસમાં લખેલા નામ અન્યત્ર દષ્ટિગત થવાથી લખેલાં છે.