________________
એમ કહ્યું તેમ પાંચ બાય
નવ્ય ઉપદેશ સપ્તતિકા. કઈ છ મનુષ્ય જૂદી જૂદી લેશ્યાવાળા હતા. તેઓ જબ ખાવા માટે જાંબુના વૃક્ષ નીચે ગયા. તેમાં પહેલા પુરૂષે કહ્યું કે-આ વૃક્ષને મૂળસહિત ઉખેડી નાખીને આપણે જાબુ ખાઈએ ૧, બીજે. બે-આખું વૃક્ષ પાડી નાંખવાથી શું ફળ છે? મટી મોટી શાખાએજ છેદીએ ૨, ત્રીજે બેતેથી પણ શું ફળ? માત્ર નાની ડાળીઓ જ કાપીએ ૩, ચોથાએ કહ્યું–તેમ કરવાથી પણ શું ફળ? માત્ર ફળના ગુચ્છા-સુરખા જ તેડી લઈએ ૪, પાંચમે બોલ્યાઆખા ગુચ્છામાંથી માત્ર પાકાં ફળ જ પાડીએ ૫, છઠ્ઠો બેલ્યો કેકાંઈપણ કરવાની જરૂર નથી, ભૂમિપર પુષ્કળ જાંબુ પડેલાં છે તેમાંથી ખાઈએ ૬. આમાં ઉત્તરોત્તર શુભ લેશ્યાવાળા જાણવા. - બીજું દષ્ટાંત એ રીતે છે કે-છ ચોરે ગામ લુંટવા ચાલ્યા. તેમાં પહેલાએ કહ્યું કે ગામમાં પેસતાં આપણને જે કોઈ મનુષ્ય કે પશુ સામા મળે તે સર્વને ખગ વડે મારી નાંખવા ૧, બીજે બેલ્યા કે–પશુને મારવાથી શું ફળ? મનુષ્યને જ મારવા ૨, ત્રીજો બે-મનુષ્યમાં પણ સ્ત્રીઓને શામાટે મારવી? પુરૂષોને જ મારવા ૩, ચોથા બેલ્યો-સર્વ પુરૂષને મારવાનું શું કામ? જેના હાથમાં શસ્ત્ર હેય તેમને જ મારવા ૪, પાંચમે બોલ્ય-સર્વ શસ્ત્રધારીએને મારવાનું શું કામ? જેઓ આપણું સાથે યુદ્ધ કરે તેને જ મારવા પ, છઠ્ઠો બેલ્યો કે-કેઇને પણ મારવાની શી જરૂર છે? આ પણે તે ધનનું કામ છે, માટે ફક્ત ધનનું જ હરણ કરવું ૬. અહીં પણ ઉત્તરોત્તર શુભ લેશ્યાવાળા જાણવા.” દ૬.
હવે મનુષ્ય ભવની દુર્લભતા કહે છે – सुदुल्लहं पाविय माणुसत्तं, कुलं वित्तं तह अजखित्तं ।