________________
* નવ્ય ઉપદેશ સપ્તતિકા. અથવા હું અધિક શ્રુત જાણનાર-વિદ્વાન છું, અથવા હું યશસ્વીકીર્તિમાન છું, એ ગર્વ પણ કરે નહીં, તેમજ રાજ્ય અને સમૃદ્ધિ વિગેરેને લાભ થયા છતાં પણ હર્ષિત થવું નહીં, તથા પિતાને ઉત્કર્ષ પણ કરે નહીં. અહીં જાતિમદ ઉપર બ્રાહ્મણની કથા છે, કુળમદ ઉપર મહાવીરનું દૃષ્ટાંત છે, રૂપમદ ઉપર સકુમારનું, બળમદ ઉપર વસુભૂતિનું, મૃતદ ઉપર સાગરચંદ્રનું, તપમદ ઉપર દ્વપદીના પૂર્વભવની સુકુમાલિકાનું, લાભમદ ઉપર આષાઢભૂતિનું. અને એશ્વર્યમદ ઉપર રાવણનું-એ સર્વના દષ્ટાંત આપેલાં છે. તેમાં કેટલાકનાં સંક્ષેપ કરવા માટે નામ માત્ર આપ્યા છે. પ. वालग्गमित्तोऽवि ने सो पैएसो, जत्थोवइन्नो भुवणम्मि नेसो। जीवो समावजियपावलेसो, न पॉविऊ कत्थ य सुरकलेसो॥६६॥
* મૂળાર્થ-જગતમાં (ચાદ રાજકમાં) વાળના એગ્રભાગ જેટલો પણ કઈ પ્રદેશ નથી કે જ્યાં પાપલેશ્યાએ કરીને સહિત આ જીવ ઉત્પન્ન થયે ન હોય, પરંતુ તેમાંના કેઈપણ ઠેકાણે તે સુખને લેશ પણું પામ્યો નથી. ૬૬.
ટીકાર્ય–ભુવનને વિષે એટલે ચિદ રાજપ્રમાણ જીવલેકને વિષે એક વાળના અગ્રભાગ જેટલો પણ પ્રદેશ નથી કે જ્યાં આ જીવ અવતર્યો ન હોય, કે જીવ? તે કહે છે–સારી રીતે વૃદ્ધિ પમાડી છે છએ પ્રકારની પાપલેશ્યા જેણે એ જીવ, તેમાંના કેઈપણ ઠેકાણે સુખને લેશ પણ પાપે નહીં. ચાદ રાજકમાં એવું કોઈપણ સ્થાન નથી કે જ્યાં તે (આ જીવ) ઉત્પન્ન થયે ન હોય. કઈ