________________
૮૪
નવ્ય ઉપદેશ સમિતિકા. વાળા હોય છે એટલે કે પાપના ઉદયના કારણરૂપ એવા સંસારથી જેઓ ભય પામે છે, તે ભને સુખ મેળવવાને ઉપાય સુલભ જ છે, અને તેમને સંસારને વિષે પતન સંભવતું નથી એટલે કે પાપ. જીરૂ પુરૂષ સંસારરૂપી કૂવાની અંદર પડતું જ નથી. આ ઉપર વિમલ શ્રાવકનું દષ્ટાંત આપેલું છે. ૫૫. - હવે સંસારનું અસ્થિરપણું કહે છેघणं चै धेनं रयणं सुवन, तारुम्मरूवाइ जमित्थं अन्नं । विज्जु ब्व सव्वं चवलं खं एयं,धेरेह भव्वा हियए विवेयं ॥५६॥ पुत्ता कलत्ताणि ये बंधुमित्ता, कुंटुंबिणो चेवं इहेर्गचित्ता । आउस्कए पाववसा समेए, ने रकणत्थं पभवंति ऐए ॥५७||
મૂળાથે–આ સંસારમાં ધન, ધાન્ય, રત્ન, સુવર્ણ, તારૂણ્ય (યુવાવસ્થા) તથા રૂપ વિગેરે જે બીજું કાંઈ પણ છે, તે સર્વ ખરેખર વિદ્યુના ચમકારા જેવું ચંચળ છે, એમ જાણીને હે ભવ્ય ! હૃદયમાં વિવેકને ધારણ કરે. આ જગતમાં પુત્રો, સ્ત્રીઓ, બંધુઓ, મિત્રો અને કુટુંબીઓ કે જે સર્વે એકચિત્તવાળાની જેવા હોય તેઓ પણ પાપના (કર્મના) વશથી આયુષ્યને ક્ષય થયે સતે રક્ષણ કરવાને સમર્થ થતા નથી. પ૬-૫૭.
ટીકાથ–ધન, ૫ એટલે અને ધાન્ય, રત્ન, સુવર્ણ–આ શબ્દ જાતિવાચક હોવાથી એકવચનમાં મૂક્યા છે, તથા તારૂણ્ય-યુવાવસ્થા અને રૂ૫ વિગેરે જે બીજું પણ અહીં-સંસારમાં છે, તે સર્વ વીજળીના ઝબકારાની જેવું નિચે ચપળ છે, એમ જાણીને હે ભવ્ય છે ! હુદયમાં હેય-તજવા લાયક અને ઉપાદેય-ગ્રહણ કરવા લા