Book Title: Updesh Saptatika
Author(s): 
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 90
________________ ૧૪ નવ્ય ઉપદેશ સપ્તતિકા. ચક એવા વિવેકને ધારણ કરે. પ. પુશ્રીઓ, બંધુએ ભાઈએ, મિત્રો અને કુટુંબીઓ આ સર્વે કદિ એકચિત્તવાળા એક વિચારવાળા હોય તે પણ પાપના વેશથી આયુષ્યને પર્યત અંત આવે ત્યારે તે આ જીવનું રક્ષણ કરવા સમર્થ થતા નથી. આ વિષય ઉપર મહાનિગ્રંથનું દષ્ટાંત આપેલું છે. ૫૭. હવે પાપકર્મ સંબંધી ઉપદેશ આપે છે – जेसि मैणे पावमई निविठा, निन्वाहवित्ती पुणे संकिलिहा। कयाऽवि ते टुति न हिडतुहा, सव्वत्थ पार्वति दुहाइ दुवा ॥५८॥ મૂળાર્થ-જેઓના મનમાં પાપબુદ્ધિ રહેલી છે, તથા નિવહની વૃત્તિ જેમની સંલિષ્ટ છે, તેઓ કદાપિ હર્ષોષવાળા થતા નથી, (પરંતુ) તે દુછો સર્વત્ર દુઃખને જ પામે છે. ૫૮. " ટીકાથે—જે જીવેના મનમાં પાપની મતિ-બુદ્ધિ પેઠી હોય, અને નિવાહની વૃત્તિ--આજીવિકા સંકલેશવાળી–પાપવાળી-કણવાળી હોય એટલે ભાડાં કરવાં, ભાર વહન કરવા એ વિગેરે કલેશવાળા કર્મ કરવાથી થતી હોય, તે પ્રાણીઓ કદાપિ હર્ષ કે તેષને ધારણ કરનારા થતા નથી, પરંતુ તે દુો સર્વત્ર દુઃખને જ પામે છે. આ ઉપર મૃગાપુત્રની કથા આપેલી છે. ૫૮. - જિનેશ્વરના ગુણે ગાવાથી બધિ-સમકિતની પ્રાપ્તિ થાય છે, અને તેનાથી વિપરીત પણે વર્તવાથી અધિ–મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. એ અર્થને જણાવનાર કાવ્ય કહે છે – बन्नं वैयंता जिणचेइयाणं, संघस्स धम्मायरियाइयाणं । कुंणंति भव्वा सुलहं सुबोहिं, अवनवाएण पुणो अबोहिं ॥५६॥

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118