________________
નવ્ય ઉપદેશ સમિતિકા.
૮૭ : શિક વણિકની કથા આપેલી છે. પર,
હવે જે દુષ્ટમતિવાળાઓ ધર્મતત્વના અર્થને જાણતા નથી, તેઓ દુઃખી થઈને આ સંસારમાં પર્યટન કરે છે, તે કહે છે. ' अन्नाणयादोसवसाणुभावा, मुंणंति तत्तं नै हु किंपि पावा । भवंति ते दुकदरिददीणा, परम्मि लोएँ मुंहविप्पहीणा ॥६०॥..
મૂળાર્થ–પાપી જી અજ્ઞાનતારૂપી દેષને વશ થવાના કાર ણથી કાંઈપણ તત્ત્વને જાણતા જ નથી. તેઓ આ ભવમાં દુઃખ અને દારિદ્રવડે દીન થાય છે, તથા પરલોકમાં સુખથી રહિત થાય છે. ૬૦
ટીકાર્થ – અજ્ઞાનતાના દેષને આધિન રહેવાના પ્રભાવથી માહાતમ્યથી પાપી-પાપકર્મને કરનારા તત્ત્વને–પરમાર્થને કાંઈ પણ જાણતા નથી. તેઓને શું ફળ પ્રાપ્ત થાય એવી શંકાના સમાધાનમાં કહે છે કે-અજ્ઞાનને આધીન થયેલા અને તેથી કરીને અધમી બનેલા એવા તેઓ આ ભવમાં દુઃખ અને દારિદ્રવડે દીન થાય છે, તથા પરલોકમાં સુખથી રહિત થાય છે. આ સર્વ અજ્ઞાનને જ વિલાસ છે. આ વિષય ઉપર ચાર વહુઓનું દષ્ટાંત આપેલું છે. ૬૦.
- પુણ્યના ઉદય વિના ધર્મમાર્ગ પામ દુર્લભ છે, તે ઉપર કહે છે – पुमोदएणं नणु कोई जीवो, भिसं समुज्जोइयनाणदीवो । मोहंधयारप्पसरं दलिजा, पिच्छेइ निवाणपहं पेइत्ता ॥६१॥
મૂળાર્થ–પુણ્યના ઉદયથી જેણે જ્ઞાનરૂપી દીવે અત્યંત પ્રદિપ્ત કર્યો છે એવો કોઈપણ જીવ નિચે મેહરૂપી અંધકારના પ્રચારને દળી નાંખીને પ્રયત્નથી નિવણમાર્ગને જુએ છે. ૬૧.