________________
નવ્ય ઉપદેશ સતિકા.
૧૫,
શેઠની સ્ત્રીને પણ વૈરાગ્યના વચનાવડે પ્રતિમાધ કર્યો કે—“ હું ભદ્રે ! આવી અનાચારની ઈચ્છાથી આપણા અન્નેના નિર્મળ કુળને તું કેમ મલિન કરે છે ? આ જગતમાં પ્રાણીઓ જે સેંકડા અનાચારાને સેવે છે, તેમના હાથ ઝાલીને તેમને કાણુ અટકાવે છે? પરંતુ ઉન્મત્ત પુરૂષષ યુવાવસ્થામાં જે દુષ્કૃત્યો કરે છે; તે વૃદ્ધાવસ્થામાં શત્યની જેમ તેના હૃદયમાં અત્યંત સાલે છે. ” આ રીતે કહીને તેણીને પણ પ્રતિબાધ પમાડ્યો. ત્યારપછી મંત્રીની સ્ત્રી આવી, તેણીને પણ કુમારે ઉપદેશ આપીને પ્રતિબંધ પમાડી જયનિકામાં રાખી. છેવટે ચાથે પહેારે રાજાની રાણી આવી. તેણીને જોતાંજ કુમારે શય્યા પરથી નીચે ઉતરીને તેણીને નમસ્કાર કર્યો. ત્યારે તે ખેલી કે હું પ્રાણનાથ ! આ વિચિત્ર દેખાવ શુ` કરી છે! ? હું સ્વામિન્ ! ઉભા થવાને કે પ્રણામ કરવાને આ સમય નથી. અત્યારે તા તમારા અંગના સંગરૂપી અમૃતવડે મારા અંગના તાપ દૂર કરો. પાણી વિના દેડકાની જેમ, ચંદ્ર વિના ચાંદનીની જેમ અને માનસ સાવર વિના હંસલીની જેમ તમારા વિના હું દુ:ખી છું. આ પ્રમાણે તે રાણી લજ્જા અને ભય રહિત જેમ આવે તેમ ખેલવા લાગી; પરંતુ કુમારે તેણીની સન્મુખ લગારમાત્ર પણ જોયું નહીં, અને વિચાર કર્યો કે
,,
'
આ રાણી કામવરના આવેશમાં છે, તેથી તેણીને ઉપદેશરૂપી જળનુ પાન કરાવવું ઉચિત નથી. ” એમ ધારીને તેણીની ઉપેક્ષા કરી–કાંઇપણ પ્રત્યુત્તર દીધા નહીં. તે વખતે પેાતાની અવજ્ઞા થયેલી જાણીને તેણી ફરીથી એલી કે–“ તમારી જેવા મહા દક્ષ પુરૂષા કદાપિ પાતાની પ્રતિજ્ઞાના લાપ કરે નહીં, તાપણ જેમ મેઘ જવાસાને માટે અગ્નિ જેવી વૃષ્ટિ કરે છે, તેમ તમે દાક્ષિણ્ય ગુણના નિષિ છતાં મારે માટે અત્યંત નિષ્ઠુર થયા જણાએ છે. ” ત્યારે કુમાર ખેલ્યા કે–“ ખરી વાત છે કે મેં કૃતીનુ વચન અંગીકાર કરીને તમને અહીં