________________
, રમત
નવ્ય ઉપદેશ સતિકા. મતિશળ પુરૂષ બંધનને પામે છે. અને તે મંદ (મૂહ) માણસ કામાંધ–મદેન્મત્ત થયેલા હાથીની જેમ પિતાના આત્માને કષ્ટમાં નાંખે છે. પ૧. - કિર્થ–સ્પર્શવડે ઓળખાતી જ ઇંદ્રિય તે સ્પર્શેદ્રિય કહેવાય છે, એટલે કે પિતાનું શરીર, તેને જે પુરૂષ નિગ્રહ કરતે નથીતેને નિયમમાં રાખતું નથી તે મૂઢબુદ્ધિવાળે પુરૂષ બંધનને પામે છે. તે ઉપર દષ્ટાંત કહે છે.–દવડે ઉદ્ધત છે શરીર જેનું એ કરી-મદેન્મત્ત હસ્તી મંદ-જ્ઞાન રહિત–ભૂખ હોવાથી પોતાના આત્માને મહા સંકટમાં નાંખે છે. તે જ રીતે જે માણસ સ્પર્શ ઇંદ્રિયને નિગ્રહ કરતું નથી, તે પણ પિતાના આત્માને વધ અને બંધન વિગેરે દુઃખમાં નાંખે છે. આ ઉપર સુકુમાલિકાની કથા છે. ૨૧
હવે તે પચે વિષયને ભેળે વિપાક કહે છે – इकोऽवि ईको विसऊ उँदिनो, दुरकं असंखं दलई पवनो । जे सव्वहा पंचसु तेसु लुद्धा, मुद्धाण तेसिं सुगई निसिद्धा ॥५२॥
મૂળાર્થ_એક એક પણ વિષય ઉદયમાં આવે છતે આ ત્માને અસંખ્ય દુઃખને આપે છે. તે જેઓ સર્વથા પ્રકારે તે પાંચે ઇંદ્રિયના વિષયેમાં લુબ્ધ થયા હોય, તેવા મૂઢની સગતિજ નિષેધી છે. પર.
૧ હાથીને પકડવા ઇચછનારા મોટા ખાડામાં કૃત્રિમ હાથણી રાખે છે. ખાડાના છેડા ભાગ ઉપર ઘાસ ઢાંકે છે. હાથી પિલી હાથણી પાસે આવવા જતાં તે ખાડામાં પડી જાય છે. પછી તેને પકડનારાઓ તેને ભૂપે રાખી બહુજ નબળો બનાવી ખાડામાંથી બહાર કાઢી પિતાને કબજે કરે છે.
૧૧.
૧૩