________________
નવ્ય ઉપદેશ સપ્તતિકા.
૫૯ કરીને પાળવું. ત્રીજું અદત્તાદાન વિરમણ વ્રત તેજ રીતે ત્રણ પ્રકારે ધારણ કરવું. એથે મિથુન વિરમણ વ્રત પણ ત્રણ પ્રકારે પાળવું. પાંચમું મૂછરૂપ પરિગ્રહને ત્યાગ કરે છે તથા રાત્રિભોજન વિરમણરૂપ છડું વ્રત પણ તેજ રીતે ધારણ કરવું. શ્રી પાક્ષિક સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે “સર્વ પ્રાણાતિપાતથી વિરમવું-નિવર્તવું, સર્વ મૃષાવાદથી વિરમણ કરવું, સર્વ અદત્તાદાનની વિરતિ કરવી, સર્વ મિથુનથી નિવૃત્તિ કરવી, સર્વ પરિગ્રહનો ત્યાગ કરે, તથા સર્વ રાત્રિભેજનથી વિરમવું.” આ મૂળ સૂત્રમાં તથા એ શબ્દ લખેલે છે, તેથી સર્વથી એટલે ત્રસ, સ્થાવર, સૂક્ષમ અને બાદર ભેટવાળા સર્વ જીની રક્ષા કરવી તથા કરવું, કરાવવું અને અનુમોદવું એમ સમગ્ર પ્રકારના પ્રાણાતિપાતાદિકથી વિરતિ કરવી એમ જાણવું; અથવા સર્વથી એટલે દ્રવ્યથી સર્વ જીવનિકાયના વિષયથી, ક્ષેત્રથી ત્રણ લોકોમાં ઉત્પન્ન થયેલા છથી, કાળથી અતીત, અનાગત અને વર્તમાન અથવા દિવસ રાત્રિ રૂપ કાળને વિષે રહેલા જીથી અને ભાવથી રાગ દ્વેષના વિષયવાળા સર્વ જીથી (તેમના વધથી) નિવર્તન કરવું. ઇંદ્રિય, ઉસ, આયુષ્ય વિગેરે દશ પ્રાણને પ્રાણીથકી અતિપાત એટલે વિયેગ કરાવે તે પ્રાણાતિપાત કહેવાય છે, અર્થાત્ પ્રાર્થના પ્રાણને વિયેગ કરાવે તે પ્રાણાતિપાત, તેનાથી વિરમવું એટલે સમ્યક્ પ્રકારના જ્ઞાન અને શ્રદ્ધા પૂર્વક નિવર્તન કરવું ૧. તથા સર્વ એટલે સદ્ભાવને (સત્ય પદાર્થને) નિષેધ, અસઃ ભાવ (અસત્ય પદાર્થ) ની ઉદ્ભાવના (પ્રગટ કરવું તે), જૂદાજ અર્થનું કહેવું અને ગર્તા–નિંદા કરવી-એ ચાર ભેદવાળા મૃષાવાદને ત્યાગ કરવો અથવા કરવું કરાવવું વિગેરે ભેદવાળા, અથવા દ્રવ્યથી સર્વ ધર્માસ્તિકાયાદિક દ્રવ્યના વિષયવાળા, ક્ષેત્રથી સર્વ કલેકના વિષયવાળા, કાળથી અતીતાદિક કાળવાળા અથવા રાત્રિ આદિક