________________
નવ્ય ઉપદેશ સપ્તતિકા. ખાવાપીવાને વિરહ-વિલંબ-નિષેધ.” આ પ્રથમ અણુવ્રત ઉપર ક્ષેમાદિત્યની કથા કહી છે. ૪૨.
હવે બીજું અણુવ્રત કહે છે– कोहेणं लोहेणं तहाँ भयेणं, हासेणं रागण में मच्छरेणं . भासं मुसं नेव उदाहरिन्जी, जो पञ्चयं लोयगय हरिओं ॥४३॥
મૂળાથે–ફોધવડે, લેભવડે, ભય વડે, હાસ્ય વડે, રાગવડે અને મત્સર (શ્રેષ) વડે બેલાતી મૃષા ભાષા શ્રાવકે ન બોલવી, કે જે (મૃષા ભાષા) લોકમાં રહેલા પોતાની ઉપરના વિશ્વાસનો નાશ કરે છે. ૪૩. - ટીકાર્ય–ક્રોધવડે એટલે કેષવડે, લેભવડે એટલે દ્રવ્ય ઉપાર્જન કરવાની ઈચ્છાથી, ભય વડે એટલે રાજદંડાદિકના ભયથી, હાસ્યવડે એટલે મશ્કરીથી, રાગે કરીને–પિતાના સંબંધને લઈને અથવા મૈત્રીપણાને લઈને, તથા પરસ્પરના વિરોધરૂપ મત્સરવડે મૃષા ભાષાઅસત્ય વચન ન જ બલવું; કે જે મૃષા ભાષા બોલવાથી તે લેકમાં વ્યાપી ગયેલા પોતાની પરના વિશ્વાસને નાશ કરનારી થાય છે. એટલે કે મૃષા ભાષણ કરનાર કેઈને વિશ્વાસપાત્ર થતું નથી–તેની ઉપર કે વિશ્વાસ રાખતું નથી.
શાસ્ત્રમાં કહ્યું છે કે-“શ્રાવકે સ્થળ મૃષાવાદને ત્યાગ કરે. તે મૃષાવાદ પાંચ પ્રકારનું કહ્યું છે તે આ પ્રમાણે-કન્યા સંબંધી અસત્ય, ગાય (પશુ) સંબંધી અસત્ય, પૃથ્વી સંબંધી અસત્ય. થાપણ એળવવા સંબંધી અસત્ય તથા બેટી સાક્ષરૂ૫ અસત્ય.. શ્રાવકે સ્થળ મૃષાવાદના પાંચ અતિચાર જાણવા પણ આદરવા નહીં. તે આ પ્રમાણે–સહસા (વિના વિચારે) કેઈના પર આળ દેવું,