________________
નવ્ય ઉપદેશ સપ્તતિકા. ધર્મ છે, અને તે જીવને જે વિનાશ કરે એજ પરમ અધર્મ છે, એમ જાણીને ( સદ્દગતિમાં) વિદ્ધ કરનાર એ ઘણું પ્રાણીઓને ઘાત વર્જ. ૪૨.
ટીકાઈ–હિંસા ન કરવી તે અહિંસન કહેવાય છે. કેની હિંસા ન કરવી? એ શંકાના ઉત્તરમાં કહે છે કે–સર્વ જીવોની હિંસા ન કરવી, એટલે એકેંદ્રિયથી પચેંદ્રિય પર્યત સર્વ જીની હિંસાને નિષેધ કરે છે. તે સર્વ ને વિનાશ કરે એટલે તેમને પ્રાશોથી જૂદા પાડવા તેજ ઉત્કૃષ્ટ અધર્મ કહે છે, એમ જાણીને ક્ય છે અનેક વિદને જેણે એ ઘણા પ્રાણુઓને ઘાત વજેવા યોગ્ય છે. અહીં શ્રાવકનું જીવદયાનું સ્વરૂપ આગમમાં આ પ્રમાણે કહ્યું છે"जीवा सुहुमा थूला, संकप्पारंभऊ य ते दुविहा । સાવરનિવા, સાવિલાં વેવ નિરિક્ષા ”
- “સૂકમ અને સ્થળ એ બે પ્રકારના છ છે, તે દરેકની સકપથી અને આરંભથી એમ બે પ્રકારે હિંસા થાય છે, તે જીવોના સાપરાધી અને નિરપરાધી એમ બે પ્રકાર છે તેમજ સાપેક્ષ અને નિરપેક્ષ એવા પણ તે હિંસાના બે પ્રકાર છે.”
આ ગાંથાએ કરીને દયાગુણને વિષે સાધુ અને શ્રાવક વચ્ચે મેરૂ અને સરસવ જેટલું અંતર છે એમ જણાવ્યું છે. જ્યારે શ્રાવકને બીજી રીતે નિર્વાહ થતે નહાય ત્યારે તે ક્ષેત્રાદિકની ખેતીના કાર્યમાં પણ પ્રવર્તે છે. ત્યારે સ્થળ પ્રાણીને પણ વધુ થાય છે, તેથી પૃથ્વીકાયાદિક એકેંદ્રિયને તથા બીજા દ્વિહિંયાદિકને પણ વધુ થાય છે અને સાધુઓને તે તે બન્નેની હિંસાને નિષેધ છે. તેથી સાધુઓને વીશ વસા દયા હેાય છે અને શ્રાવક તે કેવળ સ્થળ જીવોની હિં