________________
નવ્ય ઉપદેશ સમિતિકા. સાને જ નિયમ કરી શકે છે, સૂક્ષમજીવની હિંસાને નિયમ કરી શકે તે નથી, તેથી તેને દશ વસા દયા રહી. તે સ્થળ છની હિંસાના ત્યાગમાં પણ સંકલ્પથી એટલે જાણી જોઈને ઈરાદાપૂર્વક સ્થળ જીવની હિંસા કરવાને તેને નિયમ છે, પરંતુ આરંભમાં અજાણતાં મરી જાય તેને નિયમ નથી, મુનિને બંનેને નિયમ છે. તેથી શ્રાવકને દશ વસામાંથી અર્ધ જવાથી પાંચ વસા દયા રહી. હવે કઈ પુરૂષે પિતાના ઘરમાં કઈ પ્રકારને અન્યાય-અનાચાર કર્યો, તે વખતે તેનું પં ચેંદ્રિયાદિક સ્થળપણું છે એમ જાણતાં છતાં પણ છળથી તેને હણે છે, તેથી તે વિષેને શ્રાવક આગાર રાખે છે કે-હું નિરપરાધી જીવને મારીશ નહીં, પણ અપરાધીને માટે મારે નિયમ નથી. આથી કરીને પાંચ વસા દયામાંથી પણ અધી ગઈ તેથી અઢી વસા દયા રહી. હવે
જ્યારે બળદ વિગેરેને ખેતી વિગેરેના કાર્યમાં હાંકે છે, ત્યારે તેનું પચંદ્રિયપણું તથા નિરપરાધીપણું જાણતા છતાં પણ તેને પણ વિગેરેવડે મારે છે, તેથી તે બાબતને શ્રાવક આગાર રાખે છે કે
જ્યારે હું અન્ય ને મારું ત્યારે નિર્દયપણથી નિરપેક્ષપણે નહીં મારૂં, પરંતુ સાપેક્ષપણે વિચાર કરીને મારવાને માટે નિયમ નથી. આ રીતે અઢી વસા દયામાંથી અર્ધ ગઈ એટલે સવા વસે દયા શ્રાવ કને હેઈ શકે છે. આ પ્રમાણે શ્રાવકે પ્રાણું–વધ નિષેધ કરે એમ સિદ્ધ થાય છે. શ્રી આવશ્યકસૂત્રમ પણ કહ્યું છે કે–“શ્રાવકે સ્થળ પ્રાણાતિપાતને નિષેધ કરે. તે પ્રાણાતિપાત બે પ્રકારે છે – સંકલ૫થી અને આરંભથી. તેમાં શ્રાવકે સંકલ્પથી પ્રાણાતિપાતને નિ
ધ જાવજીવ કરે, પણ આરંભથી નિષેધ કરે નહીં.” આ પહેલા વ્રતના પાંચ અતિચારે છે તે જાણવા, પણ આદરવા નહીં. તે પાંચ અતિચાર આ પ્રમાણે છે–વધ, બંધ, છવિચછેદ, અતિભાર અને