________________
૫૮
નવ્ય ઉપદેશ સપ્તતિકા.
રતિ અને અતિ પણ કરવા ચેાગ્ય નથી. તેમાં હું સુખી છું એમ જે ધારવું તે રતિ કહેવાય છે, અને હુ દુ:ખી છું એમ જે ધારવું તે અરતિ કહેવાય છે. તે બન્ને સાધુએ કરવા ચેગ્ય નથી. કાઇ પણ વસ્તુના શૈાચ કરવા તે શાક કહેવાય છે, મનને પ્રિય એવી વસ્તુના નાશ થાય ત્યારે તેના શાક કરવા ચૈાન્ય નથી. તથા ભય સાત પ્રકારના છે, તેનાં નામ આ પ્રમાણે છે.—આલાક ભય, પરલેાક ભય, આદાન ભય, અકસ્માત્ ભય, આજીવિકા ભય, મરણુ ભય અને અકીર્તિ ભય. આ સાતે પ્રકારના ભય મનમાં ધારણ કરવા ચેાગ્ય નથી. તથા જુગુપ્સા-દુગ ́ચ્છા પણ કરવા ચેાગ્ય નથી. તેમજ પ્રાણિધાત, અસત્ય વચન, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ અને રાત્રિભાજન આ છના નિષધરૂપ છ વ્રતને સજ્જ કરવા–આત્માને વિષે ધારણ કરવા. તથા મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથા નામના પાંચ પ્રમાદો સેવવા ચેાગ્ય નથી. તથા દાન, લાલ, ભાગ, ઉપલેાગ અને વી નામના પાંચ અંતરાયે નિવારણ-નિષેધ કરવા ચેાગ્ય છે. એટલે કે આત્માથકી તેમને દૂર કરવા યોગ્ય છે, તેમના પ્રવેશ આત્માને વિષે થવા દેવા નહીં. આ પ્રમાણે આ શ્લાકના સ ંક્ષેપથી અર્થ કહ્યો. આની ઉપર માટા વિસ્તાર છે, તેમાંથી કાંઇક દૃષ્ટાંતમાં સૂચવ્યેા છે. હાસ્ય ઉપર રિકેશિનું દૃષ્ટાંત છે, રતિ અતિ ઉપર કંડરીક અને પુંડરીકનું ચરિત્ર છે, શાક ઉપર સગરચક્રીનું ચરિત્ર છે, ભય ઉપર કામદેવની કથા છે, અને ફુગચ્છા ઉપર સુન ંદની કથા છે.
હવે સાધુને ચેાગ્ય એવા છ વ્રતાના ઉપદેશ શ્લાકના બીજા પાદમાં આપેલા છે. તે કહે છે. તેમાં પ્રથમ પ્રાણાતિપાત વિરમણ નામનું વ્રત ત્રણ પ્રકારે મન, વચન અને કાયાએ કરીને પાળવું. શ્રીનું મૃષા વચન વિરતિ વ્રત ત્રણ પ્રકારે મન, વચન અને કાયાએ