________________
નવ્ય ઉપદેશ સમિતિકા. साहम्मियाणं बहुमाणदाणं, भैतीइ अप्पिज तहऽनेपाणं । वैजिज रिद्धीह तहा नियाणं, ऐयं चरितं सुकैयस्स ठाणं ॥४१॥ - મૂળાર્થ–સાધર્મિક બંધુઓને બહુ માન આપવું, તથા તેમને ભક્તિથી અન્નપાન આપવું, તથા ઋદ્ધિની પ્રાપ્તિ માટે નિયાણું કરવું નહીં. આવા પ્રકારનું ચરિત્ર-આચરણ તે સુકૃતનું સ્થાન છે. ૪૧. - ટીકાર્થ-જે સમાન ધર્મમાં વતે અથવા સમાન ધર્મ આચરે તે સાધર્મિક કહેવાય છે. તે બે પ્રકારના છે-સાધુ અને શ્રાવક તેમાં સાધુઓ અન્ય સાધુઓના સાધર્મિક છે, અને શ્રાવકો શ્રાવકના સાધર્મિક છે. તે સાધમિકેને બહુમાન આપવું એટલે તેમની પૂજા સત્કાર વિગેરે કરવું તથા ભક્તિથી અન્ન-જન અને શર્કરાનું જળ વિગેરે આપવું. કારણકે કેવળ શબ્દાદિવડે બહુમાન કરવાથી કાર્યસિદ્ધિ થતી નથી, તેથી અન્નપાન આપવાનું કહ્યું છે. વાસ્તવિક સાધર્મિક વાત્સલ્ય તે એજ કહેવાય છે કે જે સમયને પામીનેયેગ્ય અવસરે સાધુ અથવા શ્રાવકને મધુર અન્નપાન આપીને એટલે કે પિતાના સાધકને આવેલ જાણુને તેને નમસ્કાર કરી ઘત સહિત ઘણું ભેજન તથા વસ્ત્ર વિગેરે આપીને ભક્તિથી તેને સત્કાર કરે. વિશેષે કરીને તે કઈ નવીન સાધુ હોય, બાળ, વૃદ્ધ કે ગ્લાન સાધુ હોય તથા માર્ગમાં ચાલવાથી શ્રમિત થયેલ સાધુ હોય તેને પારણને વખતે કે ઉત્તર પારણાને વખતે આપેલું દાન અત્યંત પુણ્યસમૂહને ઉત્પન્ન કરે છે. તે વિષે કહ્યું છે કે– "पहसंतगिलाणेसु य, आगमगाहीसु तह य कयलोयं । उत्तरपारणगम्मी, दिन्नं सुबहुफलं होइ ॥ १ ॥