________________
નવ્ય ઉપદેશ સપ્તતિકા.
૫૭ કરીને તથા દશ પ્રકારના વિનયને કરીને શાસ્ત્રના સમૂહરૂપ જ્ઞાનને શીખવું જોઈએ; તથા પોતાની બુદ્ધિવડે સારી રીતે અને વિચાર કરવું જોઈએ; તથા ક્ષાંતિ વિગેરે દશ પ્રકારવાળો યતિધર્મ જાણો જોઈએ. આ ઉપર સુબુદ્ધિ તથા દુબુદ્ધિની કથા આપેલી છે. ૨૯
હવે છ હાસ્યાદિક (નેકષાય) ને ત્યાગ, છ વ્રતનું પાલન, પાંચ પ્રમાદને પરિવાર અને પાંચ અંતરાયનું નિવારણ કરવાને ઉપદેશ કહે છેहासाइछकं परिवजियव्वं,छकं वयाणं तह सजियब्वं । पंचप्पमाया न हु सेवियव्वा, पंचतरायावि निवारियव्वा ॥४०॥ - મૂળાર્થ–છ હાસ્યાદિકને ત્યાગ કરે, તથા છે તેને સજજ કરવા, પાંચ પ્રમાદેને ન સેવવા અને પાંચ અંતરાયોને નિવારવા તજવા. ૪૦
ટીકાર્ય–આ લેક (હાસ્યાદિક તથા વ્રત વિગેરેને) સંગ્રહ કરનાર છે. એને મેટ વિસ્તાર છે. પરંતુ દષ્ટાંત દ્વારે કરીને કેટલેક અર્થ પ્રગટ કરીએ છીએ.-હાસ્ય છે આદિ-પ્રથમ જેને તે હાસ્યાદિ કહેવાય છે. તે હાસ્ય, રતિ, અરતિ, શેક, ભય અને જુગુપ્સા એ છે છે. મૂળ લેકમાં એકવદ્ભાવ કરવાથી તે શબ્દ એક વચનમાં લખેલ છે. તે હાસ્યાદિકને માટે શ્રી સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે – “ચાર સ્થાને (કારણે) એ કરીને હાસ્યની ઉત્પત્તિ થાય છે, તે ચાર સ્થાને આ છે–જોઈને, બોલીને, સાંભળીને તથા સંભારીને.” હાસ્ય મોહનીય કર્મના ઉદયે કરીને હાસ્યની ઉત્પત્તિ થાય છે. તે હાસ્ય કાંઈ નિમિત્તને લઈને અથવા નિમિત્ત વિના એમ બે પ્રકારે થાય છે. ઘણું હાસ્ય કરવાથી તે કર્મના બંધન માટે થાય છે તથા