________________
નવ્ય ઉપદેશ સતિકા.
૫૫ મૂળાથે—જે ભવડે બંધુજનમાં વિરોધ થાય, રાજ્ય અને ધન ઉપર મહ વધે, તથા જેને પાપવૃક્ષના અંકુર સમાન કહ્યો છે, તે વિષમ લેભ સેવવા લાયક નથી. ૩૬
ટીકાર્યું–જેનાથી બંધુજનમાં—સગાસંબંધી વર્ગમાં વિરોધવર ઉત્પન્ન થાય છે, તથા જેનાથી રાજ્ય અને ધન ઉપર મોહ વધે છે, તથા જેને તીર્થકરોએ પાપરૂપી વૃક્ષના અંકુરા સમાન કહ્યો છે, એ વિષમ લોભ સેવવા લાયક નથી. સાધુઓને તે વિશેષે કરીને નિર્લોભતા જ શ્રેયસ્કર છે એ અહીં તાત્પર્ય છે. ક્રોધ અને માન ઉપર બે દષ્ટાંતે પ્રથમ કહ્યા છે. હવે અહીં ચારે કષા ઉપર એકજ બલિરાજાના ચરિત્રમાં આપેલું ભુવનભાનુનું દષ્ટાંત આપેલું છે. ૩૬
હવે કઠોર વચનનો ત્યાગ કરવા માટે ઉપદેશ આપે છેजणो सुणित्ता नणु जाइ दुखें, तं जंपियव्वं वयणं न तिकं । इह परत्यावि य जं विरुद्धं, न किज्जए तं पि कया निसिद्धं ॥३७॥
મૂળાર્થ—અહે જે વચનને સાંભળીને માણસ દુઃખ પામે તેવું તીકણ-કઠોર વચન બોલવું નહીં, તેમજ જે આલેક તથા પરલેકને વિષે વિરૂદ્ધ હોય, તેવું નિષેધ કરેલું કાર્ય કદાપિ કરવું નહીં.
ટીકાર્થ—અહો! લેકે જે વચનને સાંભળીને દુઃખ પામે તેવું તીક્ષણ-મર્મસ્થાનને વીંધનારૂં કઠેર વચન કદાપિ બોલવું નહીં, તથા આલોકમાં અને પરલોકમાં જે વિરૂદ્ધ-નિંદિત હોય તેવું સર્વ લેકે એ નિષેધ કરેલું કાર્ય કદાપિ કરવું નહીં. આ ઉપર વૃદ્ધ માતા તથા તેના પુત્રનું દષ્ટાંત આપેલું છે. ૩૭ - હવે શ્રાવકે પિતાના કુળને અયોગ્ય લાગે તે વેશ પહેરવે નહીં, ઈત્યાદિ ઉપદેશ આપે છે –