________________
નવ્ય ઉપદેશ સપ્તતિકા. કાળમાં વર્તતા અને ભાવથી કષાય તથા નેકષાયાદિકથી ઉત્પન્ન થયેલા મૃષાવાદથી-અસત્યવચન બોલવાથી વિરમણ-નિવૃત્તિ કરવી. ૨. તથા સર્વ એટલે કરવું કરાવવું વિગેરે ભેજવાળું અથવા દ્રવ્યથી સચિત્ત દ્રવ્યના વિષયવાળું, ક્ષેત્રથી ગ્રામ, નગર, અરણ્ય વિગેરેમાં રહેલું, કાળથી અતીત વિગેરે કાળે અથવા રાત્રિ વિગેરે કાળે રહેલું, અને ભાવથી રાગ, દ્વેષ કે મેહથી પ્રાપ્ત થયેલું એવું જે અદત્ત એટલે માલીકે નહીં આપેલું ધન, તેનું જે ગ્રહણ કરવું તે અદત્તાદાન કહે વાય છે, તેનાથી વિરમણ કરવું. ૩. તથા સર્વ એટલે કરવું, કરાવવું અને અનુમોદવું એ ત્રણ ભેદવાળું અથવા દ્રવ્યથી દેવ, મનુષ્ય અને તિર્યંચના ભેદવાળું અથવા રૂ૫ અને તે રૂપની સાથે રહેલું બીજું રૂપ એવા ભેદવાળું, ક્ષેત્રથી ત્રણ લેકમાં ઉત્પન્ન થયેલું, કાળથી અતીતાદિક અથવા રાત્રિ આદિક કાળને વિષે રહેલું, અને ભાવથી રાગ શ્રેષને લીધે ઉત્પન્ન થયેલું એવું મિથુન એટલે સ્ત્રી પુરૂષનું જોડલું, તેનું જે કર્મ તે મૈિથુન કહેવાય છે, તેનાથી નિવૃત્તિ કરવી. ૪ તથા સર્વ એટલે કરવું કરાવવું વિગેરે ભેદવાળા અથવા દ્રવ્યથી સર્વ વસ્તુના વિષયવાળા, ક્ષેત્રથી ત્રણ લેકમાં ઉત્પન્ન થયેલી વસ્તુના વિષયવાળા, કાળથી અતીતાદિક અથવા રાવ્યાદિકમાં ઉત્પન્ન થયેલી વસ્તુના વિષયવાળા અને ભાવથી રાગદ્વેષના વિષયવાળા પરિગ્રહથી નિવર્તન કરવું. જે વસ્તુ મૂછથી ગ્રહણ કરવી તે પરિગ્રહ કહેવાય છે. ૫. તથા સર્વ એટલે કરવું કરાવવું વિગેરે ભેદવાળાં, અને દિવસે ગ્રહણ કરેલું બીજે દિવસે ખાવું, દિવસે ગ્રહણ કરેલું રાત્રે ખાવું, રાત્રિએ ગ્રહણ કરેલું દિવસે ખાવું તથા રાત્રિએ ગ્રહણ કરેલું રાત્રિએ ખાવું
૧ રૂપ એટલે એકની સંખ્યા એટલે કે એક કોઈ વસ્તુ અને તેની સાથે રહેલી બીજી વસ્તુ એ બંને મળીને મિથુન યુગ્મ કહેવાય છે.