________________
નવ્ય ઉપદેશ સપ્તતિકા. શેઠ નિર્દય બનીને તેને મારવાની ઈચ્છા કરતે. કેઈ વખત દાતારેએ મળીને કેઈ ધર્માદાની ટીપ વિગેરેના કાર્ય માટે સપડા હોય તે તે વખત છુટવાને બીજે કઈ ઉપાય નહીં સૂઝવાથી દાંતને સજજડ કરી કપટ મૂછથી કાષ્ઠની જેમ ચેષ્ટા રહિત થઈને પડી જતો હતે. ટુંકામાં કહીએ તો તે કદરીને રાજા ઘરમાંથી બહાર જતે ત્યારે જ બીજા ઘરના મનુષ્ય નીરાંતે જમતા હતા અને દાસ દાસીને ભેજન આપતા હતા. આ પ્રમાણેના અતિ લેભનું પરિણામ એ આવ્યું કે અકસ્માત દેવેગે એક વખતે તેનું સર્વ ધન નષ્ટ થયું, અને તેથી તે પારાવાર દુખસાગરમાં ડુબી ગયો. છેવટ ગુરૂ મહારાજના ઉપદેશથી ધર્મમાર્ગમાં પ્રવૃત્ત થઈ દાનાદિક કરવાને અભિગ્રહ ધારણ કર્યો ત્યારે પુનઃ સારી સ્થિતિ પામી સુખભેગ જોગવીને સદ્ગતિ પામ્યા. ૧.
લાભાંતરાય ઉપર ઢંઢણકુમારની કથા આપી છે. તેમાં તે ઢંઢકુમાર પૂર્વ ભવમાં પારાશર નામને બ્રાહ્મણ હતે. તે રાજાને અધિકારી હતા, તેથી તે ખેડુતો પાસે ક્ષેત્રે ખેડાવતું હતું. તેમાં મધ્યાન્હ સમયે સુધાથી પીડાયેલા અને થાકી ગયેલા તે ખેડુતે માટે તેમની સ્ત્રીઓ ભજન (ભાત) લઈને આવતી, અને બળદ પણ થાકીને લોથપોથ થઈ જવાથી ચારા તથા જળને માટે તલપી રહેતા તે વખતે તે દુષ્ટ દ્વિજ કોધથી ખેડુતેને તિરસ્કાર કરીને બેલતે કે “અરે ખેડુતે ! પ્રથમ મારા ક્ષેત્રમાં તમે સર્વે એક એક ચાસ ખેડીને પછી જમવા બેસે, હમણાં જમાશે નહીં.” આ રીતે તેમના ભક્ત પાનમાં અંતરાય કરવાથી તે બ્રાહ્મણે લાભાંતરાય કર્મ એવું નિકાચિત બાંધ્યું કે પરભવે તે ઢંઢણકુમાર થયા ત્યારે દીક્ષા લીધા પછી તે કર્મ ઉદયમાં આવવાથી શ્રીકૃષ્ણ વાસુદેવને પુત્ર છતાં, નેમિનાથ સ્વામીને શિષ્ય છતાં, પોતે પણ ગુણનું નિધાન છતાં, સમૃદ્ધિવાળી