________________
નવ્ય ઉપદેશ સતિકા. દ્વારકા પુરી દાન દેવામાં પ્રીતિવાળી છતાં અને મધ્યાન્હ સમયે દાતારિના ઘર ઘર પ્રત્યે અટન કરતાં છતાં લેશ માત્ર પણ ભિક્ષા પામતા નહીં. છેવટપતાની લબ્ધિથી આહાર મળે તેજ લે–એ અભિગ્રહ ધારણ કરી અંતરાય કર્મને ખપાવી તે મુનિ મોક્ષપદને પામ્યા. ૨. . ભોગાંતરાય ઉપર સુદત્તની કથા આપી છે. તેમાં તે સુદત્ત કુટુંબિકને (કણબીને) એક ચાકર હતા. તે ભેજન કરવા બેસે ત્યારે તેની થાળીમાં જેવું તેવું અન્ન આવતું, તે પણ જ્યારે ખાતે હતે ત્યારે તેને સ્વામી સુદત્ત તેના માથા પર આવીને તરફડા નાંખતે કે –“અરે ! થાળી પડી મૂક, એકદમ ઉઠ, તારા જમવાના સુખમાં તો મારું કામ બધું વિનાશ પામે છે.” આ શબ્દ પણ તે એવી રીતે કહેતે કે જેથી તે બિચારે જમરાજના કિંકરની જેવા તે સુદત્તથી ભયભીત થઈને ખાત ખાતે જ ઉઠી જઈ ક્ષેત્રનું કામકાજ કરવા લાગતે. કેઈ વખતે ઘણે થાકી જવાથી જરા વિસામે લેતે ત્યારે તે સુદત્ત તેને એવી તર્જના કરતો કે જેથી તે બિચારે ભૂખ્યો તર છતાં પણ પાછો કામ કરવા મંડતે હતે. કામ કરતાં છતાં પણ જે કદાચ તેમાં વખત વધારે લાગતે તે તેની ઉપર દયાને લેશ પણ સુદત્તને ઉત્પન્ન થતો નહિ. આવી કઠોર પ્રવૃત્તિથી બાંધેલા અંતરાય કર્મને લીધે તે સુદત્ત મરીને કેઈ ભીખારી કુળમાં જન્મે. જન્મ થતાં જ તેના માબાપ મરણ પામ્યા, તેથી મહા કષ્ટ કરીને તે વૃદ્ધિ પામ્યું. ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરતાં છતાં પણ પેટ પૂરણ ખાવાનું તે કદાપિ પામતે નહીં. જે દાતાને ઘેર હમેશાં ઘણા ભિક્ષુકે શિક્ષાને પામતા હતા, તેવા ઘરેથી પણ તેને ભિક્ષાને બદલે ગળહસ્તકજ મળતું હતું, એટલે કે તેને ગળે ઝાલીને કાઢી