________________
નવ્ય ઉપદેશ સતિકા. પછી પચંદ્રિયપણું પામીને પ્રસાદ સેવવાવડે કાળને નિર્ગમન કરે છે, તે મહામહની જાળને ઉલ્લંઘન કરી શકતે નથી. ૧૩ 1 ટીકાર્થ–જેમાં ઇંદ્રિયે દુઃખ પામે તે દુ:ખ કહેવાય છે અત્યંત તીણ એટલે કંટકની જેમ દુસહ દુઃખ તે સુદુઃખ કહેવાય છે. પાપી માણસને બોલાવે (આમંત્રણ કરે) તે નરક કહેવાય છે. એવા સાતે નરકમાં અત્યંત દુસહ દુ:ખને સહન કરીને, ત્યારપછી અનુક્રમે એકેંદ્રિયાદિક જાતિને વિષે પરિભ્રમણ કરીને, ત્યારપછી વિકલેંદ્રિયમાં અને ત્યારપછી પચેંદ્રિય તિર્યંચમાં પર્યટન કરીને, ત્યારપછી મહા સુકૃતના ઉદયે પચેંદ્રિય મનુષ્યપણું પામીને, તેમાં પણ ચારિત્રનું પાલન કરીને એ રીતે ઉત્તરોત્તર ઉચ્ચ ઉચ્ચ પદવીને પામીને પણ મનુષ્ય જે પાછો પ્રમાદ સેવવાવડે કાળનું નિર્ગમન કરે, તો તે દુર્મતિ કેવી રીતે મેહજાળનું ઉલ્લંઘન કરી શકે ? માટે યતિએ તે વિશેષ કરીને પ્રમાદનું સેવન કરવું નહીં. આ વિષય ઉપર મથુરામંગુ નામના આચાર્યની કથા આપેલી છે. ૧૩
પ્રમાદને ત્યાગ કરી ઉદ્યમમાં પ્રવર્તેલા સાધુ તથા શ્રાવકે હમેશાં સદુઘમના મનેર કરવા, તે ઉપર અન્ય અન્ય ધર્મકૃત્યના આચરણની પ્રપણા પૂર્વક ચાર કાવ્ય કહે છે – तवोवहाणाइ करितु पुन्वं, कया गुरूणं च पणामपुच्वं । सुत्तं च अत्थं महुरस्सरेणं, अहं पढिस्सं महयायरेणं ॥१४॥
મૂળાર્થ–-હું પ્રથમ તપ ઉપધાન વિગેરે કરીને ગુરૂ મહારાજને પ્રણામ કરવાપૂર્વક સૂત્રને તથા તેના અર્થને મધુર સ્વરે મોટા આદરથી ક્યારે ભણીશ? ૧૪ 1 ટીકાથ–શ્રી મહાનિશિથ સૂત્રમાં કહેલા ઉપધાનેને શ્રાવક
૧૩
દ
=
૭
૧૨