________________
૩૩
નવ્ય ઉપદેશ સપ્તતિકા. રીશ? સર્વ પ્રકારનો ક્રોધ ને વિરોધ ક્યારે તજી અને હું ક્યારે માર્દવ-મૃદુતા આચરીશ? ૧૬.
ટીકાર્ય–ગુરૂની એટલે ધર્મોપદેષ્ટાની આજ્ઞાને–આદેશને હું મસ્તકવડે કરીને ક્યારે વહન કરીશ? આ વચનવડે ગુરૂનું પરતંત્રપણું કહ્યું તથા વિપુળ એટલે વિશાળ એવી સૂત્ર અને અર્થની શિક્ષાને હું ક્યારે ગુરૂમુખથી પામીશ? તથા ક્યારે સમગ્ર કોધ અને વિરેધને તજીશ? તથા ક્યારે હું મૃદુપણને એટલે સુકુમારપણાને આચરીશ એટલે શુભ અભિલાષવાળો થઈશ? ૧૬.
હવે સમકિત પૂર્વક (સમતિ સહિત) શ્રાવકના વ્રત (આશુવ્રત) પાળવાના મનોરથને વિકાસ કરતા કહે છે – सम्मत्तमूलाणि अणुव्ययाणि, अहं धरिस्सामि सुहावहाणि । तो पुणो पंचमहब्बयाणं, भरं वहिस्सामि सुदुव्वहाणं ॥१७॥ - મૂળાર્થ–સુખને આપનારા સમતિ મૂળ શ્રાવકનાં અણુવ્રતેને હું કયારે ધારણ કરીશ? અને ત્યારપછી અત્યંત દુઃખે કરીને ધારણ કરી શકાય એવા પાંચ મહાવ્રતના ભારને હું ક્યારે વહન કરીશ–ઉપાડીશ? ૧૭.
ટીકાથ–સમ્યક્ પ્રકારે જે તત્ત્વને બેધ તે સમ્યકત્વ કહેવાય છે. તેના પાંચ ભેદ છે—ક્ષાપથમિક ૧, ઔપથમિક ૨, સા સ્વાદન ૩, ક્ષાયિક છે અને વેદક પ. તે સમક્તિ જેનું મૂળ કારણ છે એવાં અણુવ્રત એટલે મહાવ્રતોની અપેક્ષાએ સૂમ હોવાથી અ
કહેવાય છે તે સ્થળ પ્રાણાતિપાત વિરમણદિક અણુવ્રત આગળ દષ્ટાંત સહિત કહેવામાં આવશે, તેવા, તેને હું જ્યારે ધારણ - કરીશ? કારણ કે તે વ્રત સુખને વહન કરનાર એટલે ઉન્મકરમાએ રે છે, અને ત્યારપછી અત્યંત દુર્વહ એટલે દુઃખે કરીને ધારણ કરી
૧૧
૮