________________
નવ્ય ઉપદેશ સપ્તતિકા. પ્રારંભેલા મનોરથનો ઉપસંહાર (સમાપ્તિ) કરતાં કહે છે કેएवं कुणताण मणोरहाणि, धम्मस्स निव्वाणपहे रहाणि । पुग्नज्जणं होइ सुसावयाणं, साहूण वा तत्तविसारयाणं ॥१८॥
- મૂળાથે–આ પ્રમાણે મોક્ષમાર્ગમાં રથ સમાન ધર્મના મનોને કરનારા તથા જીવાદિક તત્વમાં નિપુણ એવા સુશ્રાવકોને અથવા સાધુઓને પુણ્ય ઉપાર્જન થાય છે. ૧૮.
ટીકાર્થ–આ પ્રમાણે પૂર્વોક્ત રીતિ પ્રમાણે મરને-મનની અભિલાષાને કરનારા, અહીં મરથ શબ્દ પુલિંગે છતાં પણ પ્રાકૃત હોવાથી નપુંસકલિંગે લખે છે. જેના મનોરથને? એવી આકાંક્ષા રહેવાથી ધર્મ શબ્દ લખે છે, તેથી કરીને ધર્મના મનોરો એ સંબંધ છે. તે મને કેવા છે? નિર્વાણુના–મેક્ષના માર્ગમાં રથ સમાન, જેમ રથ ઉપર આરૂઢ થયેલ પુરૂષ સુખે કરીને માર્ગને ઓળંગી અરણ્યના પાને પામે છે, તે જ પ્રમાણે શુભ મારએ કરીને સંસારને પાર પમાય છે, તે મનોરથ કરવાનું શું ફળ? તે કહે છે–સુશ્રાવકને અથવા સાધુઓને તેથી પુણ્ય ઉપાર્જન (પ્રાપ્તિ) થાય છે. તે અને કેવા છે? જીવાજીવાદિક તત્વને વિષે પ્રાન–ડાહ્યા (નિપુણ). અહીં મનોરથ ઉપર સિદ્ધનું દષ્ટાંત છે. તેમાં સિદ્ધના મોટાભાઈ સેને શીલચંદ્ર સૂરિ પાસે ધર્મદેશના સાંભળી વૈરાગ્યથી દીક્ષા લીધી, અને વૃદ્ધ માતાપિતાની સેવા કરતા ગ્રહવાસમાં જ રહેલા સિદ્ધ શુદ્ધ મતિથી આ પ્રમાણે મનોરથ કર્યા કે “ગૃહવાસરૂપ પાશને ત્યાગ કરી, વિષયનું ઉમૂલન કરી તથા અસંયમને દૂરથી છેડી જ્યારે હું સંયમને ગ્રહણ કરીશ? મિત્રાદિકના સંગને ત્યાગ કરી કાચબાની જેમ દઢ રીતે અંગે પાંગને