________________
.
૪૩.
નવ્ય ઉપદેશ સતિકા. મૂળાર્થ– જીવ નિકાયની રક્ષા કરીને, સમકિત તથા મિથ્યાત્વની પરીક્ષા (વિવેચન) કરીને અને સિદ્ધાંતના અર્થને શીખીને મુનિ આ જગતમાં ખરેખર સુખી થાય છે. ૨૫.
ટીકાર્થ–પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય રૂ૫ છ જવનિકાયનું સારી રીતે રક્ષણ કરીનેપાળીને, તથા સમ્યકત્વ-સમ્યક તત્વની અને તેથી વિપરીત એવા મિથ્યાત્વની બહુ સારી રીતે પરીક્ષા કરીને–સારી રીતે વિવેચન કરીને, તથા આસકથિત એટલે જિનેશ્વરે કહેલા સિદ્ધાંતના વ્યાખ્યાન રૂપ અર્થને એટલે ટીકા, ભાષ્ય, નિર્યુકિત અને ર્ણિમાં પ્રતિપાદન કરેલા અર્થને બરાબર શીખીને–સારી રીતે જાણીને મુનિ જ ગુરૂએ કહેલા પ્રકારે વર્તવાથી આ જગતમાં ખરેખર સુખી થાય છે. તે વિના બીજે કોઈ આ સંસારમાં વાસ્તવિક સુખી નથી. આ વિષયને સ્પષ્ટ કરવા માટે શાલ નામના ક્ષત્રિયનું દષ્ટાંત આપેલું છે. રપ.
હવે સામાન્ય પ્રકારે કષાયને ત્યાગ કરવા ઉપદેશ આપે છે– इमे चइज्जति जया कसाया, तया गया चित्तगया विसाया । पसंतभावं खु लहिज्ज चित्तं, तत्तो भवे धम्मपहे थिरत्तं ॥२६॥
મૂળાર્થ—જ્યારે આ કષાયે જાય છે, ત્યારે જ ચિત્તમાં રહેલા વિષાદ (ખેદ)ને નાશ થાય છે, અને જ્યારે ચિત્ત પ્રશાંતભાવને પામે છે, ત્યારેજ ધર્મમાર્ગમાં સ્થિરતા થાય છે. ૨૬
ટીકાથ–કષ એટલે કર્મ અથવા સંસાર, તેને આય એટલે લાભ છે જેનાથી તે કષાયે કહેવાય છે, તે ક્રોધાદિક છે. આ એટલે પ્રત્યક્ષ દેખાતા (એવા કષાયે) જ્યારે તજાય છે એટલે આત્માની સાથે રહેલા તે કષાયે અગ્નિમાં ધમેલા ગોળાના ન્યાયવડે દૂર કરાય
3