________________
૪૨.
નવ્ય ઉપદેશ સપ્તતિકા. નથી, તેને ધિકાર છે. (કારણ કે) જેણે લેકપ્રવાહ અંગીકાર કર્યો છે, તેને જ આ મેટે અલાભ છે. , ૨૪.
ટીકાર્થ–કુત્સિત–ખરાબ માના સંસર્ગમાં જેની બુદ્ધિ મગ્ન થઈ ગઈ હોય છે એ જે મંદમતિવાળે પુરૂષ અન્યાય માર્ગમાં પ્રવર્તતા હોવાથી બીજાએ કહેલો ઉપદેશ સાંભળ્યા છતાં પણ તત્ત્વને -હિતવાર્તાને સમજતો નથી, તેવા દુષ્ટ બુદ્ધિવાળાને ધિક્કાર છે. તે માણસ કઈ પણ ઠેકાણે પ્રશંસાપાત્ર નથી, તેથી તેના જન્મને પણ ધિક્કાર છે. તેને જ આ મોટો અલાભ છે. એટલે મહત્વ અને રાજ્યાદિક લાભની પણ તેને હાનિ થાય છે. જેણે લેકપ્રવાહ એટલે લેકને અનુકૂળ એવો અન્યાય માર્ગ સ્વીકાર્યો હોય તેને એ અલા થે જ જોઈએ. પ્રતિશત માર્ગને સ્વીકાર તે અત્યંત દુષ્કર જ છે. (નદીને એ પૂરે જે મત્સ્ય ચાલે છે તેમ લોકપ્રવાહને સામે પૂરે એટલે સાંસારિક સુખાભિલાખથી ઉલટે મા ચાલવું એ પ્રતિશોતમાર્ગ કહેવાય છે; અર્થાત્ સંસારના સુખની ઇચ્છા રાખ્યા વિના મેક્ષના સુખની ઇચ્છાથી ઉપસર્ગ–પરિષહાદિક દુઃખની સામે થવું તે પ્રતિશ્રોતમાર્ગ કહેવાય છે.) આ વિષય ઉપર સૂર અને તંદ્રની કથા કહેલી છે. ૨૪.
કષાયના ઉદયમાં વર્તતા અને મહા દુઃખી અવસ્થાએ પહચાડનારા એવા ગૃહસ્થાવાસમાં વસનારા સંસારી જીવોને કાંઈ પણ મુખ નથી. જે કદાચ મહા દુઃખના ભંડારરૂપ આ સંસારરૂપી કારાગૃહમાં કાંઈ પણ સુખ હોય તે તે સાધુઓને જ છે, તે વાત દેખાડે છે – छज्जीवकाए परिररिकऊणं, सम्मं च मिच्छं सुपरिस्किऊणं । सिद्धतअत्थं पुण सिरिकऊणं, सुही जइ होइ जयम्मि नूर्ण ॥२५॥