________________
૪૪
નવ્ય ઉપદેશ સમિતિકા. છે, ત્યારેજ ચિત્તમાં રહેલા પશ્ચાત્તાપાદિક વિષાદે નાશ પામે છે. જેનાથી પ્રાણીઓ ખેદ પામે તે વિષાદ કહેવાય છે. કષાયને પામેલ પ્રાણ પ્રાયે કરીને વિષાદને પામેલ જ હોય છે માટે જ્યારે તે કષાયે જાય છે, ત્યારે આત્મા સમાધિ પામેલે થાય છે, કેમકે
બીજના અભાવે અંકુરની ઉત્પત્તિને પણ અભાવ જ હોય છે.” એ ન્યાયે કારણને અભાવે કાર્યને પણ અભાવ હોય જ છે. તેથી ક્રોધાદિક કષાયને અભાવે ચિત્ત પ્રશાંત ભાવને પામે છે, અને ચિત્ત શાંતતાને પામવાથી આત્મા ધર્મમાર્ગમાં સ્થિરતાને પામે છે. આ ઉપર સેચનક હસ્તીનું દષ્ટાંત આપેલું છે. ૨૬
હવે વન, ધન, ધાન્ય અને કુટુંબ વિગેરેની અનિત્યતાને પ્રગટ કરતા સતા કહે છે धणं च धन्नं च बहुप्पयारं, कुडुबमेयं पि धुवं असारं । जाणित्तु धम्मं कुरु सव्ववारं, जो लहिजा लहु दुकपारं॥२७॥
મૂલાઈ–ઘણા પ્રકારનું ધન અને ધાન્ય તથા આ કુટુંબ પણ નિચે અસાર છે એમ જાણીને સર્વદા તું ધર્મ કર, કે જેથી શીધ્રપણે દુ:ખને પાર પામી શકાય. ર૭.
ટીકાથ-રૂપું, સુવર્ણ અને નાણું વિગેરે ધન અને ઘઉં, જવ, શાલિ વિગેરે વિશે પ્રકારનું ધાન્ય તથા આ સમીપે રહેલું બંધુ, પુત્ર, ભાર્યા, પુત્રી વિગેરે કુટુંબ પણ અવશ્ય અસાર–નિસાર છે. જે તત્ત્વબુદ્ધિથી વિચાર કરાય તે પ્રાયે કરીને સર્વ પરિવાર સ્વાર્થના વશથીજ એકત્ર મળેલ છે એમ ચિંતવન કરીને–આ પ્રમાણે જાણીને જીવ! સર્વદા જૈનધર્મ અંગીકાર કર. (અહીં જીવ! એવું સંબોધન મૂળ લેકમાં કહ્યું નથી તે પણ ઉપરથી
૧૩
૬:
૬૨