________________
નવ્ય ઉપદેશ સઋતિકા.
૫૧
ઢોષનું ઉદ્ઘાટન કદાપિ એટલે સારી અથવા માઠી દશામાં પણ કરવુ નહીં એ શિષ્ટજનાના આચાર છે, ઉપહાસ કરવાથી મનુષ્ય લઘુતાને પામે છે. તથા પરના દોષને વિષે મનને ધારણ કરવું નહીં, ( પરના દોષ જોવા નહીં. ) એમ કરવાથી બુદ્ધિમાન માણુસ ધર્મકુરાને ધારણ કરે છે. અહીં પરના ઉપહાસ ઉપર સાધારણ શ્રેષ્ઠની કથા આપી છે; તથા પરના છતા દાષાને પણ પ્રગટ કરવા નહીં એ ઉપર શ્રાવકના પુત્રનું દૃષ્ટાંત આપેલ છે. ૩૧.
હવે દશ પ્રકારના વિનયને પ્રગટ કરતા સતા કહે છે:
3
X
ક
जिरिंणदसिद्धारियचेइयाणं, संघस्त धम्मस्स तहा गुरूणं । सुयस्सुवज्झायसुदंसणेसु, दंसहमेसि विणयं करेसु ॥ ३२ ॥
મૂળા—જિનેન્દ્ર, સિદ્ધ, આચાર્ય, ચૈત્ય, સંઘ, ધર્મ, ગુરૂ, શ્રુત, ઉપાધ્યાય તથા સમકિતધારો–આ દશના વિનય કરવા. ૩ર ટીકા—જિન એટલે સામાન્ય કેવળી, તેમના જે ઇંદ્રો તે જિનેન્દ્ર કહેવાય છે. તથા કર્મના ક્ષય કરીને જે સિદ્ધિને પામ્યા હાય તે સિદ્ધો પંદર પ્રકારના છે. પાંચ પ્રકારના આચાર પાળવામાં સાવધાન હેાય તે આચાર્ય કહેવાય છે. ચિત્તની સમાધિને ઉત્પન્ન કરનારાં ચૈત્યા તે જિનપ્રતિમા કહેવાય છે. ગાથામાં જિનેન્દ્ર, સિદ્ધ, આચાર્ય અને ચૈત્ય એ ચાર શબ્દના દ્વન્દ્વ સમાસ ક લે છે. તથા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચાર પ્રકારના સંઘ, દુર્ગતિમાં પડતા જીવાને ધારણ કરે તે ધમ, તથા ધર્મના માર્ગને અતાવે તે ગુરૂ-ધર્મોપદેષ્ટા, જે ક વડે સંભળાય તે શ્રુત-દ્વાદશાંગીરૂપ,
૧ આ પંદર પ્રકાર છેલ્લા મનુષ્ય ભવને લઈને ઔપચારિક છે. સિદ્ધપણામાં તા સર્વ જીવ એક સરખાજ છે, ત્યાં ખીલકુલ ભેદ નથી.