________________
४७
નવ્ય ઉપદેશ સતિકા. - “શ્રવણ કરવાની ઈચ્છા ૧, શ્રવણ ૨, ગ્રહણ ૩, ધારણું , ઉહા ને અપહ-તર્ક વિતર્ક ને નિર્ણય પ-૬, અર્થનું વિજ્ઞાન ૭ તથા તત્ત્વજ્ઞાન ૮ એ બુદ્ધિના આઠ ગુણો છે.”
તથા બાર પ્રકારને તપ કરે અને જે અપાય તેને દાન કહીએ એટલે પિતે દાન આપવું અને બીજા પાસે દાન અપાવવું, આ સાત કૃત્ય કરવાથી પ્રાણુ સાતે નરકની પીડાને સર્વથા નાશ કરે છે, અને
આ સુકૃત્યે સુશ્રાવકને ઘણું પુણ્યસમૂહનાં ભાજનરૂપ થાય છે. ( આ પ્રમાણે કલકને સંક્ષિપ્ત અર્થ થે. વિસ્તરાર્થને માટે ટીકાકારે દષ્ટાંત આપેલાં છે, તેમાં પ્રથમ જિનપૂજા ઉપર ધનદની કથા છે. ત્યાર પછી સશુરૂની સેવાનું ફળ કહેલું છે. તેમાં સદ્ગુરૂની સેવા આ લેક તથા પરલોકાદિકના સર્વ અર્થને સાધનારી થાય છે, તે ઉપર નમિ અને વિનમિની કથા છે. ત્યાર પછી કાવ્યના બીજા પદમાં કહેલા ધર્મના અક્ષરનું શ્રવણ તથા તેને વિચાર એ બે પ્રકારને એકજ દષ્ટાંતમાં બતાવેલા છે. પ્રથમ તે ધર્મના અક્ષરેનું શ્રવણ કરવું એજ અતિ દુર્લભ છે, અને ત્યાર પછી તેના અર્થને વિચાર કરે તે તો અત્યંત દુર્લભ છે. સમ્ય અર્થને વિચાર તો પુણ્યવં. વંતથીજ થઈ શકે છે. આ વિષય ઉપર ચિલાતી પુત્રનું કથાનક આપેલું છે. ત્યાર પછી તપસ્યા કરવા ઉપર ઢંદક આચાર્યની કથા આપી છે. ત્યાર પછી સુપાત્ર દાન ઉપર શ્રીવિપાક સૂત્રમાં કહેલું શ્રીભદ્રનંદીનું ચરિત્ર વિસ્તારથી આપેલું છે. ર૯
હવે સર્વ કષાને ત્યાગ કરવા સંબંધી ઉપદેશ તેના કટ્રફળ બતલાવવા પૂર્વક આપે છે.
कोहाइया सोलस जे कसाया, पञ्चक्खरूवा नणु ते पिसाया । छलांत ने लोयमिमं समग्गं, दुक समपति तहा उदग्गं ॥३०॥
s
*