________________
છે
?
નવ્ય ઉપદેશ સપ્તતિકા. ગોપવી શુભ ધ્યાનરૂપી ઉત્તળ જળમાં હું ક્યારે સ્થિર થઈને રહીશ? ગુરૂસેવામાં રસિક થયેલે હું સદ્ગુરૂના ચરણકમળમાં ભ્રમરની તુલનાને ધારણ કરતા તેમના વિનયને ક્યારે કરીશ? સંયમરૂપી ઉદ્યાનમાં કીડા કરતે હું ક્યારે સદ્ગુરૂની સાથે ભિન્ન ભિન્ન દેશમાં અપ્રતિબંધપણે વિચરીશ? દુખે કરીને ત્યાગ કરી શકાય એવા સમગ્ર ગૃહવ્યાપારને તજીને મોક્ષપુરીના માર્ગરૂપ પ્રત્રજ્યાને હું ક્યારે અંગીકાર કરીશ? દુર્જનેએ દુષ્ટ વાણીવડે મને કેપ પમાડ્યા છતાં પણ હું ઉપશમ રસમાં નિમગ્ન થઈ કોષાયને ક્યારે ત્યાગ કરીશ? એ દિવસ મને ક્યારે પ્રાપ્ત થશે? વળી પુણ્યરૂપી રત્નોના નિધિ સમાન ઉપધાન (ગ) નું વહન કરીને અંગ, ઉપાંગ આદિ સૂત્રનું હું ક્યારે પઠન કરીશ? હું પિતાના શરીર ઉપર પણ નિરીડભાવને ધારણ કરી ધીર મનવાળે થઈ ઉત્સાહપૂર્વક (અકાયરપણે) ક્યારે અસહ્ય ઉપસર્ગના સમૂહને સહન કરીશ? પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, પાંચ મહાવ્રત અને અઢાર હજાર શીલાંગને હું કયારે વહન કરીશ? ચારિત્ર અંગીકાર કરી સદ્દગુરૂના ચરણકમળની સેવા કરતે હું ગ્રામ, આકર અને નગરાદિકને વિષે અપ્રતિબંધપણે ક્યારે વિહાર કરીશ ? વ્રતના અતિચારાદિક દેષનો ત્યાગ કરી, સર્વ પ્રાણીઓને નાથ થઈ, સુપાત્રને વિષે રેખાને પ્રાપ્ત કરી, દેહ તથા ઉપકરણને વિષે મૂછી. રહિત થઈ, વૈરાગ્ય રંગવડે ચિત્તને વાસિત કરી તથા પ્રાણુઓ પર ઉપકાર કરવામાં રસીક બની જ્યારે હું મુક્તિરૂપી સ્ત્રીની સાથે કીડા કરવા ઉત્કંઠિત થઈશ?” ઇત્યાદિક શુભ મનોરથની શ્રેણીનું અવલંબન કરી તે સિદ્ધ કાળ નિર્ગમન કરવા લાગે. એકદા સેનમુનિ પિતાના ભાઈ સિદ્ધને મળવા માટે આવ્યું, તે બન્ને ભાઈઓ એક
સ્થાને બેઠા બેઠા ધર્મષ્ટી કરતા હતા, તેવામાં અકસ્માત્ વિદ્યુત