________________
નવ્ય ઉપદેશ સપ્તતિકા.
૩૧ પૂર્ણ વિશ વર્ષના પર્યાયવાળા મુનિ સર્વ સૂત્રનો અનુવાદ કરી શકે છે–સર્વ સૂત્ર ભણું શકે છે.”
વળી મહાનિશીથ સૂત્રમાં પણ અકાળે ભણનાર, અવિનયે ભણ નાર, અબડમાને ભણનાર વિગેરે આઠ પ્રકારના જ્ઞાન કુશીલીયા કહ્યા છે. તેમાં અનુપધાન કુશીલીયાને પણ મેટા દેષનું ભાજન કહેલો છે. તેમાં કહ્યું છે કે-“હે ગતમ! જે કઈ આ આઠ પ્રકારના આચારમાં અનુપધાને કરીને એટલે ઉપધાન (ગ) વહન કર્યા વિના પ્રશસ્ત એવા જ્ઞાનને ભણે છે, ભણાવે છે, કે ભણવાની સંમતિ આપે છે તે મહા પાપી અત્યંત સુપ્રશસ્ત એવા જ્ઞાનની આશાતના કરે છે.”ગતમ સ્વામી પૂછે છે કે–“હે ભયવાન ! જ્યારે એમ છે, તે પ્રથમ પંચમંગળ (નવકાર મંત્ર) નું ઉપધાન શી રીતે કરવું ?” ભગવાન કહે છે-“હે ગતમ! પ્રથમ જ્ઞાન, અને પછી દયા, એટલે સર્વ જગતના જીવ, પ્રાણી, ભૂત અને સત્ત્વને પિતાના આત્મા સમાન જેવા, જેથી યાવત્ સર્વ ઉત્તમ સુખને જીવ પામે. તે દયાને ઓળખવા માટે અને તેની અંદર અજ્ઞાનવડે એગ્ય રીતે પ્રવૃત્તિ થઈ શકે નહીં માટે—હે ગતમ! હવે પછી કહું છું તે વિધિએ કરીને પ્રથમ પંચમંગળ (નવકાર) નું વિનયપધાન કરવું. ઇત્યાદિ.” આ પાઠથી એમ સિદ્ધ થાય છે કે ઉપધાન તપ કરીને જ સિદ્ધાંતના અર્થનું ભણવું ભણવવું છે, અન્યથા મેટી આશાતના થાય છે. આવા વિધિએ કરીને હું ક્યારે સૂત્રને અભ્યાસી થઈશ? એ મને રથ શ્રાવક તથા સાધુએ કરે. એ અહીં તાત્પર્ય છે, શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કહ્યું છે કે – “ વરે નિર્જ, ગોવિં ૩/૪ પિય પર વિજ કઈ સે સિદ્ધ મદિર ”