________________
૨
૩
નવ્ય ઉપદેશ સતિકા. : જે શિષ્ય નિરંતર ગુરૂકુળમાં વાસ કરે, વિધિપૂર્વક ઉપધાન વહન કરે, સર્વને પ્રિયકારક આચરણ કરે અને પ્રીતિપૂર્વક સ્થિતિ કરે, તે શીધ્રપણે સૂત્રની શિક્ષાને લાયક (ચ) થાય છે.” ૧૪ - હવે પછીના કાવ્યમાં શુભ મનોરથ જ કહે છે– कमढवाहीहरणोसहाणि, सामाइयावस्सयपोसहाणि । सिद्धान्तपन्नत्तविहाणपुव्वं, अहं करिस्सं विणयाइ सव्वं ॥१५॥
મૂલાર્થ–આઠ કર્મ રૂપી વ્યાધિને હરવામાં ઔષધ સમાન સામાયિક, આવશ્યક (પ્રતિક્રમણ) અને પિષધને તથા વિનયાદિક સર્વ ધર્મકૃત્યને સિદ્ધાંતમાં કહેલા વિધિપૂર્વક હું ક્યારે કરીશ? ૧૫
- ટીકર્થ–આઠ કર્મ રૂપી વ્યાધિને હરણ કરવામાં ઔષધની ઉપમાવાળા સામાયિક અને આવશ્યક એટલે ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિકમણ, પ્રત્યાખ્યાન અને કાર્યોત્સર્ગ, તથા પિષધને સિદ્ધાંતમાં કહેલા વિધાનપૂર્વક એટલે સૂત્રોક્ત વિધિ પ્રમાણે હું ક્યારે કરીશ? તેમજ આગળના કાવ્યમાં કહેવાશે એ દશ પ્રકારના વિનય અને વૈયાવૃન્ય વિગેરે ધર્મકૃત્યને પણ હું ક્યારે આચરીશ? આ પણ મને રથ કલ્યાણની ઈચ્છાએ કરીને અવશ્ય કરે. ૧૫ ને ફરીથી પણ ધર્મકૃત્યની ઈચ્છાને જ પ્રગટ કરે છે–
आणं गुरूणं सिरसा वहिस्सं, सुत्तत्थसिकं विउलं लहिस्सं । कोहं विरोह संयलं चइस्सं, कया अहं मद्दवमायरिस्सं ॥१६॥
મૂલાર્થ–ગુરૂ મહારાજની આજ્ઞાને હું ક્યારે મસ્તકે વહન કરીશ? વિશાળ એવી સૂત્ર તથા અર્થની શિક્ષાને ક્યારે ગ્રહણ ક
२
१३ १४