________________
રર
નવ્ય ઉપદેશ સપ્તતિકા.
હાય એવા કૃમિરાશિ છતાં આટલા મરેલા છે અને આટલા જીવતા છે ઇત્યાદિ ચાકસ કર્યા વિના ચાકસ બાલવાથી જીવાજીવમિશ્ર કહેવાય છે ૬, પ્રત્યેક જીવવાળાં પાંદડાં વિગેરે છતાં પણ મૂળ, ક ંદ વિશેરેને લઇને આ સર્વ અનતકાય છે એમ કહેવાથી અનતમિશ્ર કહેવાય છે ૭, અનંત કાયની છાલ વિગેરેને આ સર્વ પ્રત્યેક છે. એમ કહેવાથી પીત્ત–અથવા પ્રત્યેકમિશ્ર કહેવાય છે ૮, દિવસ લગભગ પૂર્ણ થવા આવ્યા હોય તે વખતે કાર્યની ઉત્સુકતાને લીધે રાત્રિ પડી ગઇ એમ જે ખેલવું તે અહ્વામિશ્ર કહેવાય છે ૯, દિવસ અથવા રાત્રિ અદ્ધા કહેવાય છે, તેના એક ભાગ અહ્વાદ્ધા કહેવાય છે, તેથી કરીને દિવસના એક પ્રહર વીત્યે તે મધ્યાહ્ન સમય થઈ ગયા એમ જે કહેવુ તે અન્રાદ્ધા મિશ્ર કહેવાય છે ૧૦.
હવે ચાથી અસત્યામૃષા' ( વ્યવહાર ) નામની ભાષા બાર પ્રકારની છે, તે કહે છે:
" श्रीमंताणि १ आणवणी २, जायणि ३ तह पुच्छणी ४य पनवणी५ । पच्चक्खाणी६य तहा, भासा इच्छालोमाय || अभिग्गहिया भासा भासा य अभिग्गहम्मिबोधव्वा । संसयकरणी १०भासा, वागड ११ अव्वागडा १२चेव ॥ "
“ આમંત્રણી ૧, આજ્ઞાપની ૨, જાચણી ૩, પૃચ્છણી ૪, પ્રજ્ઞાપની ૫, પ્રત્યાખ્યાની દૃ, ઇચ્છાનુલામા ૭, અનેભગૃહીતા ૮, અભિગૃહીતા ૯, સંશયકરણી ૧૦, વ્યાકૃતા ૧૧ અને અવ્યાકૃતા ૧૨. એ માર પ્રકારની અસત્યામૃષા ભાષા કહેવાય છે. ” તેમાં હે દેવદત્ત ! એ પ્રમાણે સાધન કરીને જે એલાવવું તે આમત્રણી ભાષા કહે૧ સત્ય પણ નહીં તે અસત્ય ( મૃષાં ) પણ નહીં તે.
,,