________________
* ૨૩.
નવ્ય ઉપદેશ સપ્તતિકા. વાય છે ૧, તું અમુક કાર્ય કર એમ જે આજ્ઞા આપવી તે આજ્ઞાપની ભાષા કહેવાય છે ૨, અમુક વસ્તુ મને આપ એ રીતે જે યાચના કરવી તે જાચણી ભાષા કહેવાય છે ૩, અમુક વાત કેવા પ્રકારની છે? એમ જે પૂછવું તે પૃચ્છ ભાષા કહેવાય છે ૪, હિંસાદિકમાં પ્રવતેનાર પ્રાણ દુઃખી થાય છે એમ જે પ્રરૂપણ કરવી તે પ્રજ્ઞાપની ભાષા કહેવાય છે, ૫, આ વસ્તુ હું તને નહીં આપું એમ જે કહેવું તે પ્રત્યાખ્યાની ભાષા કહેવાય છે , હું સાધુ પાસે જાઉં ? એમ પ્રશ્ન પૂછે છતે “બહુ સારૂં” એમ જે કહેવું તે ઈચ્છાનુલેમા (ઈ.
ચ્છાનુસારિણી) ભાષા કહેવાય છે ૭, શબ્દનો અર્થ ગ્રહણ કર્યા વિના ડિત્ય, પવિત્થ વિગેરે (અર્થ વિનાના) શબ્દ બોલવા તે અનભિગ્રહીતા ભાષા કહેવાય છે ૮, અર્થને ગ્રહણ કરીને જે ઘટ વિગેરે શબ્દ બેલાય તે અભિગૃહીતા ભાષા કહેવાય છે ૯, જેના ઘણું અર્થ થતા હોય એવા સેંધવ વિગેરે શબ્દ બેલવા તે સંશયકરણી ભાષા કહેવાય છે ૧૦, આ દેવદત્તને ભાઈ છે એમ સ્પષ્ટ અર્થવાળી જે વાણી બેલાય તે વ્યાકૃત ભાષા કહેવાય છે ૧૧ તથા બાળ સ્ત્રી અને દીનાદિક સર્વ માણસે છતાં તે બદલ અસ્પષ્ટ શબ્દ બોલાય તે અવ્યાકૃત ભાષા કહેવાય છે. ૧ર. આ ચાર પ્રકારની ભાષામાંથી પહેલી સત્યા ભાષા તથા ચોથી અસત્યામૃષા એ બે ભાષા વિવેકીને બેલવા લાયક છે, અને અસત્યા તથા સત્યામૃષા (મિશ્ર) એ બે બલવા લાયક નથી. તેથી તેવી ભાષા બોલવી નહીં.
, તથા ભેગસુખને વિષે–વૈષયિક સુખને વિષે તૃષ્ણ–વાંચ્છા કરવી નહીં. તૃષ્ણાથી કાંઈ પણ કાર્યની સિદ્ધિ થતી નથી, તૃષ્ણથી જીવ કેવળ પાપસમૂહને જ ઉપાર્જન કરે છે. તે વિષે ઉપદેશમાળામાં