________________
નવ્ય ઉપદેશ સપ્તતિકા. મનમાં ધર્મબુદ્ધિ શી રીતે વસે–રહે? તથા દુ:ખને સમૂહ પણ જીવ શી રીતે તરી–ઓળંગી શકે? કઈ પણ પ્રકારે તરી શકે નહીં. જે વખતે કઈ પણ રેગની ઉત્પત્તિ શરીરમાં થાય છે, તે જ વખતે ચિત્તની સ્વસ્થતા નાશ પામે જ છે, અને ચિત્તની સ્વસ્થતા વિના ધર્મબુદ્ધિ વૃદ્ધિ પામતી નથી, અને ધર્મ વિના જીવને કેવળ સુખને અભાવ-દુઃખ જ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે એક બીજાને એક બીજાને આશ્રય છે. જેમ સનકુમાર ચક્રવતીને પિતાના શરીરમાં વ્યાધિને ઉભવ થયે છે એવું દેવ પાસેથી સાંભળતાં જ સુંદર વૈરાગ્યને રંગ પ્રગટ થયે અને ચારિત્ર ગ્રહણ કર્યું તેમ અન્ય પંડિત પુરૂએ પણ તરત જ સ્વહિતનું આચરણ કરવું. આ વિષય ઉપર ચોથા ચકવતી શ્રી સનકુમારની કથા વિસ્તારથી આપી છે. તેમાં શ્રી સનકુમારના શરીરની સુંદરતાનું વર્ણન શક ઈંદ્રના મુખથી શ્રવણ કરીને તેને નહીં માનનારા બે દેવતાઓ બ્રાહ્મણને રૂપે આવી તેનું તેવું જ ઉત્કૃષ્ટ સ્વરૂપ સ્નાન વેળાએ જોઈ આશ્ચર્ય પામ્યા. ત્યારપછી ચકીના કહેવાથી રાજસભામાં સર્વ વસ્ત્રાલંકારથી ભૂષિત એવા તેને જોવા આવ્યા; પરંતુ તે વખતે તેમણે પૂર્વ સ્થિતિ ન જેવાથી માથું ધુણાવ્યું. તેનું કારણ પૂછતાં તેમના શરીરમાં અનેક વ્યાધિઓ ઉત્પન્ન થઈ ગયેલા હોવાથી તેની સર્વ ભા નષ્ટ થઈ ગઈ છે એમ અવધિજ્ઞાનવાળા દેવાના કહેવાથી ચકીએ જાણ્યું; એટલે નાશ પામેલી શરીરની સુંદરતા જોઈને ચકીનું અભિમાન નાશ પામ્યું, તેણે વિચાર્યું કે એક ક્ષણમાં આટલું બધું રૂપ નાશ પામ્યું તે વર્ષો ગયા પછી તે તે કેવું થશે ? તેનું અનુમાન પણ થઈ શકતું નથી. આવા ક્ષણભંગુર શરીરને માટે મેં પ્રાણસમૂહને નાશ કરી શું શું પાપ નથી ઉપાર્જન કર્યું જે આવા શ્રેષ્ઠ શરીરની પણ આવી દશા