________________
નવ્ય ઉપદેશ સમિતિકા.
૧૫ विरत्तचित्तस्स सयाऽवि सुरू, रागाणुरत्तस्स अईव दुग्कं.। एवं मुणित्ता परमं हि तत्तं, नीरागमग्गम्मि धरेह चित्तं ॥६॥ | મુળાથે–જેનું ચિત્ત વિરક્ત હોય તેને સર્વદા સુખ છે, અને જે રાગમાં આસક્ત હોય તેને અત્યંત દુઃખ છે. આ પ્રમાણે ઉત્તમ તત્ત્વને જાણીને અવશ્ય વીતરાગમાર્ગમાં ચિત્તને ધારણ કરવું. ૬
ટીકાથે–જેનું ચિત્ત–આત્મા વૈરાગ્યને પામેલ હોય તેને નિરં તરસુખ જ છે, અને જેને આત્મા રાગ-વિષયથી રંગાયેલ હોય તેને અત્યંત દુઃખજ છે, એટલે કે તે હમેશાં દુ:ખી જ રહે છે. આ પ્રમાણે ઉત્તમ તત્ત્વને જાણીને નીરાગમાર્ગમાં–નિઃસંગ માર્ગમાં હે ભવ્યો ! તમે ચિત્તને ધારણ કરે. આ વિષયને દ્રઢ કરવા માટે જિનપાલિત અને જિનરક્ષિતની કથા આપી છે અને છેવટ કથાને ઉપનય પણ સ્પષ્ટ રીતે ઉતાર્યો છે. - જે આવાં અકાર્યને કરે તે સંસારના પારને પામતા નથી તે ઉપર સાતમું કાવ્ય કહે છે. પૂર્વ કાવ્યમાં સરાગતાના દેષ અને નીરાગતાના ગુણો કહ્યા, તે સરાગતાનું મૂળ પરિગ્રહ છે, તે પરિગ્રહને ત્યાગ કરવો અશક્ય છે, માટે તેનો ત્યાગ કરનારા સંસારરૂપી અટવીના પારને પામે છે. એ અર્થને સૂચન કરનાર કાવ્ય કહે છે – परिग्गहारंभभरं करंति, अदत्तमन्नस्स धणं हरति । धम्म जिणुत्तं न समायरंति, भवन्नवं ते कहमुत्तरंति ॥ ७॥
- મૂળાથે—જેઓ પરિગ્રહ તથા આરંભના સમૂહને કરે છે, બીજાનું અદત્ત ધન હરણ કરે છે અને જિનેશ્વરે કહેલા ધર્મનું આ