________________
:
:
:
નવ્ય ઉપદેશ સપ્તતિકા. ચરણ કરતા નથી, તેઓ સંસાર સમુદ્રને શી રીતે ઉતરે? સંસારના પારને કેમ પામે? ૭. - ટીકાર્ય–જે તરફથી ગ્રહણ કરાય તે પરિગ્રહ કહેવાય છે અને જે પાપકાર્ય કરાયું. તે આરંભ કહેવાય છે. પરિગ્રહ વિના આરંભ થઈ શકતું નથી અને આરંભ કર્યા વિના પરિગ્રહની પ્રાપ્તિ થતી નથી. તેથી આ બન્ને પાપનું મૂળ છે એમ જાણવું. તેવા પરિગ્રહ અને આરંભના સમૂહને જે મનુબ્ધ કરે છે સેવે છે, તથા જેઓ બીજાનું નહીં આપેલું સુવર્ણ રૂપે વિગેરે ધન હરે છે છે, તેઓ સંસાર સમુદ્રના પારને પામી શક્તા નથી. આવાં અકૃત્યે કરનાર પણ જે પછીથી જિનેશ્વરભાષિત ધર્મનો આશ્રય કરે છે તે સિદ્ધિરૂપી પ્રાસાદમાં નિવાસ કરવાને ગ્ય થઈ શકે છે, તેમાં કાંઈ પણ સંદેહ નથી. કેમકે ચિલતિપુત્ર, દઢપ્રહારી વિગેરે અનેક જનોએ પૂર્વે અકાર્ય કરેલું હતું છતાં પણ પાછળથી પ્રબોધ પામેલા સંભળાય છે પરંતુ જેઓ પરિગ્રહ તથા આરંભમાં તત્પર અને પરધનને હરણ કરનારા થયા હોય છતાં પાછળથી પણ તેને તજીને જિનેશ્વરે કહેલા ધર્મને સેવે નહીં તો તેઓ સંસારરૂપી સમુદ્રને શી રીતે તરી શકે ? તાત્પર્ય એ છે જે-ગૃહસ્થાશ્રમીએ ઘણા પરિગ્રહને ધારણ કરે છે તથા કર્મના વશથી પારકી અદત્ત વસ્તુને સ્વીકાર કરે છે, પરંતુ છેવટે જે તેઓ તેને તજીને જિનભાષિત ધર્મને સેવે છે તે તેઓ સંસાર સમુદ્રના પારને પામે છે. આ વિષય ઉપર શશી તથા સૂરની કથા આપેલી છે. ૭
જેઓ પરિગ્રહ, આરંભ તથા અદત્તને સેવનાર હોય છે અને છેવટ સુધી શ્રી સર્વાની આજ્ઞાથી વિમુખ રહે છે, તેઓ સંસારમાં