________________
: *
નવ્ય ઉપદેશ સતિકા. ઘોર કર્મ કરનારા હોય, પરંતુ પછીથી તેને તજીને શ્રીજિનાજ્ઞાને ધારણ કરનારા થાય, તેમજ ત્યારપછી તીવ્ર ઉપસર્ગોને સહન કરી જીવિતને પૂર્ણ કરે, તેઓ પણ સિદ્ધિસુખને પામે છે એ આશ્ચર્ય છે, એટલે કે તેઓ પણ શ્રી ભરતાદિકની જેમ કેવળજ્ઞાનરૂપ લક્ષ્મીને ભેગવનાર સંભળાય છે. અહીં પ્રથમના બે પાદ ઉપર અજુનમાળીનું દષ્ટાંત આપેલું છે.
જેઓ ધર્મના માર્ગને પ્રગટપણે એટલે નિષ્કટપણે પ્રદર્શિત કરે છે તેઓ સંસારના પારને પામે છે. તે વિષે કહ્યું છે કે- “મહેસાણ, માં નાસંતિ નિવરિલા..
वावन्नदंसणा खलु, न हु लब्भा तारिसा दटुं ॥ फुडपागडमकहतो, जहठियं बोहिलाभमुवहणइ । जह भगवो विसालो', जरमरणमहोत्रही आसि ॥" .
જેઓ ઉન્માર્ગની દેશના વડે કરીને જિદ્રોના માર્ગને નાશ કરે છે, તેઓનું સમકિત નષ્ટ થાય છે, તેવાઓની સામું જોવું પણ ગ્ય નથી. જેઓ ફુટ–પ્રગટપણે યથાસ્થિત તત્વને કહેતા નથી, તેઓ ધિલાભ (સમકિત) ને હણે છે. ભગવાન મહાવીર સ્વામીને પૂર્વભવમાં અન્યથા પ્રરૂપણ કરવાથી જન્મ, જરા, મરણરૂપ સંસારસાગર વિશાળ (એક કેડીકેડ સાગરોપમને) થયો હતે. આ વિષય ઉપર શિવભદ્ર અને શ્રીયકની કથા આપેલી છે. ૮
જ્યારે અસત્ય ભાષા બોલવામાં ન આવે, ત્યારે જ ધર્મમાર્ગ પ્રગટ કહી શકાય છે. આ બન્નેને પરસ્પર સંબંધ છે. તે કહે છે– ( ૧ વિતા–વૈશાતિર –વિશાળાના સ્વામી એડારાજાના ભાણેજ હોવાથી વૈશાલિક તે મહાવીર સ્વામી. આ અર્થ પણ થાય છે.