________________
નવ્ય ઉપદેશ સપ્તતિકા. મૂળાથ–પરનું છિદ્ર પ્રકાશિત કરવું નહિ, કૂર કર્મ કદાપિ કરવું નહીં, તથા શુદ્ર માણસને પણ મિત્ર તુલ્ય ગણવે, જેથી કરીને હે જીવ! તારું કલ્યાણ થાય. ૩
ટીકાથ–પૂર્વ કલેકના ત્રીજા પાદમાં કલંક આપવાને સર્વથા નિષેધ કર્યો, ત્યારપછી પરના છિદ્રની ગાણું કરવી, તે પણ અગ્ય છે એમ કહ્યું. જે પુરૂષ અન્ય જન ઉપર કલંકનું આપણું નહીં કરે, તે પરના છિદ્રની ગવેષણ પણ કરશે નહીં. આ ત્રીજા કાવ્યની વ્યાખ્યા કરતાં કહે છે કે–પરનું છિદ્ર એટલે પારકા દેષની પ્રગટતા કોઈની પાસે કરવી નહીં. તેમાં પણ ધર્મના દાતાર એવા ગુરૂનાં અકલ્યાણકારક–પાપકારક છિદ્રો કદાપિ જેવાં નહીં. તે વિષે શ્રીદશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે – ' ... "एवं तु अगुणप्पेही, गुणाणं च विवजउ ।
तारिसो मरणंतेऽवि, नाराहेइ संवरं ॥ बहुं सुणेइ कन्नेहिं, बहुं अच्छीहिं पिच्छइ । . न य दिलं सुयं सव्वं, भिस्कु अस्काउमरिहइ ॥
જે બીજાના દોષને જેનાર હોય, અને ગુણોને વર્જનાર હોય, તે સાધુ મરણાંતે પણ સંવરની આરાધના કરી શકતું નથી. ભિક્ષુ-મુનિ પિતાના કર્ણ વડે ઘણું સાંભળે છે, અને નેત્રવડે ઘણું જુએ છે, પરંતુ જેટલું જુએ અને જેટલું સાંભળે તેટલું સર્વ કહેવાનેપ્રકાશ કરવાને યોગ્ય હેતું નથી.” છે. તથા–“સહિં અૉર્દિ” એટલે કેઈન છતા અથવા અછતા દેને જોઈને પ્રગટ કરવા નહીં વિગેરે. આ પ્રમાણે જાણીને