________________
*
,
નવ્ય ઉપદેશ સતિકા. ગુરૂના ગુણેજ ગ્રહણ કરવા, પરંતુ દેને ગ્રહણ કરવા નહીં. જે કઈ માતૃમુખ (બાયલે) અને દુર્મુખ એવો પુરૂષ પરના દેશે પ્રકાશે છે, તે અનાર્ય સંગમ સ્થવિરના શિષ્ય દત્તની જેમ દુઃખને ભાગી થાય છે.
તથા શૈદ્ર-કર કર્મ કરવું નહીં તથા શુદ્ર એટલે દુષ્ટ માણસને પણ મિત્ર તુલ્ય ગણવે. આ રીતે કરવાથી હે જીવ! તારૂં ભદ્રકલ્યાણ થશે. આ લોકના પહેલા પાદમાં પર છિદ્રને પ્રકાશ કરવાને નિષેધ કર્યો, તે ત્યારે જ ઘટી શકે કે જ્યારે શૈદ્ર-ઘેર કર્મ ન કરાય. તેથી કરીને બીજા પાદમાં રૌદ્ર કર્મ ન કરવું એમ કહ્યું. એટલે કે ધમી માણસે કદાપિ પણ શૈદ્ર–ભયંકર કાર્ય કરવું નહીં. દુ:ખને આપનાર એવું કર્મ કરવાથી જેને અંત ન આવી શકે એવા સેંકડો પાપની પ્રાપ્તિ થાય છે, તેથી એવું કર્મ કલ્યાણની ઈચ્છા રાખનાર પ્રાણીએ કરવું નહીં. ઘોર કર્મનું વર્જવું પણ ક્ષુદ્ર પ્રાણુઓની સાથે વેરભાવ ન રાખવાથી, તેમના હિત ચિંતવનથી તથા તેમની સાથે મૈત્રીભાવ રાખવાથી જ થઈ શકે છે. આ હેતુથી જ આ લોકના ઉત્તરાર્ધમાં કહ્યું છે કે સુદ્રને–દુષ્ટને પણ એટલે અત્યંત અપકાર કરનારને પણ મિત્રની તુલ્ય ગણવે, એટલે કે પરમ ઉપકારી હોય તે જાણ
દુષ્ટને વિષે પણ અનિષ્ટનું આચરણ કરવું નહીં, કે જેથી સમતાના આલંબનવડે કરીને હે જીવ! તારૂં મોક્ષની પ્રાપ્તિ રૂપ કલ્યાણ થઈ શકે. આ ત્રીજા કનું તાત્પર્ય છે. આ લેકમાં પરછિદ્ર જેવાનું વર્જવા ઉપર દત્તની, રૌદ્ર કર્મના નિષેધ ઉપર ઉતિ કુમારની અને ક્ષુદ્ર જીવ સાથે પણ મૈત્રીભાવ રાખવા ઉપર સમરવિજય તથા કીતિચંદ્રની કથા છે. આ કથામાં સમરવિજય નામના મોટાભાઈએ