________________
નવ્ય ઉપદેશ સપ્તતિકા. વવું ”—આશ્રય કરે; કારણ કે સર્વસના શાસનની સેવા રૂપ મુખ્ય ધનની વૃદ્ધિ વિના અસંખ્ય દુખસમૂહને પ્રાપ્ત કરાવનાર પાપસમૂહથી ઉત્પન્ન થયેલ અત્યંત દુર્ગતિ અને ભયંકર દારિદ્રયરૂપ ઉપદ્રવને કદાપિ ક્ષય થતું નથી. “વિશાળ રત્નાકર (સમુદ્ર) ની સેવા કેઈ વખત પણ નિષ્ફળ થતી નથી.” તથા નિરંતર શીળ પાળવું. સર્વજ્ઞ મતની સેવાનું એ જ મુખ્ય ફળ છે કે સાધુઓએ અને શ્રાવકોએ શ્રદ્ધાપૂર્વક સર્વદા સુશીલપણે રહેવું. કદી પણ નિશ્ચળ અને નિર્મળ શીલમાં શિથિલતા કરવી નહીં. ચેતનાવંત પ્રાણુંઓએ આજે મારે આત્મા ભલે છુટે રહે, કાલે નિયમ અને કષ્ટાનુષ્ઠાનાદિકનું હું પાલન કરીશ.” એ પ્રમાણે કદી પણ ચિત્તમાં ચિંતવવું નહીં, કેમકે કાલની કોને ખબર છે. દ્રઢ ધર્મવાળાઓનાં જીવિતનું મુખ્ય ફળ એ જ છે કે રોહિણું વિગેરેની જેમ નિષ્કલંક શીળ પાળવું. તથા કેઈને પણ કૂટ આળ-ખોટું કલંક દેવું નહીં. આ પ્રમાણે કરવાથી જંતુપ્રાણી સંસારના દુઃખજાળને છેદે છે-છેડી શકે છે. અહીં મૂળ
કમાં જંતુ શબ્દ કહ્યો નથી, તે પણ તેને કર્તા તરીકે અધ્યાહાર જાણો. સંસારના દુઃખરૂપી જાળ એટલે જાળના જેવી જાળ જાણવી. જેમ જાળમાં પડેલ મત્સ્ય અત્યંત દુઃખી થાય છે અને તેને છેદીને
જ્યારે બહાર નીકળે છે ત્યારે સુખી થાય છે–તે વિના સુખી થત નથી, તે જ પ્રમાણે આ જંતુ પણ ભવજાળને છેદવાથી જ સુખી થાય છે, પણ અસત્ એવા ઘણા વિકલ્પોથી યુક્ત અને પ્રબળ આળજાળથી ભરેલા અન્ય મતની સેવારૂપ પ્રયત્ન કરવાથી ખરૂં સુખ મળતું નથી. આમ કહેવાથી શ્રી જિનમતનું આરાધન કરનાર મનુષ્યને જ આત્યંતિક અને અનંત સુખસમૂહની પ્રાપ્તિ થાય છે એમ કહ્યું; -તથા આ કાવ્યમાં ઉત્તરોત્તર સુખને લાભ દેખાડ્યો છે, એટલે કે