________________
નવ્ય ઉપદેશ સતિકા. . આ કારણથી ભવ્ય પ્રાણુઓને જ ધર્મ શ્રવણ કરવા આમંત્રણ કર્યું તે યોગ્ય જ કર્યું છે. કહ્યું છે કે" संक्रामन्ति सुखेन हि, निर्मलरत्ने यथेन्दुरविकिरणाः। ભવ્ય તથૈવ હિં, વિશક્તિ ધામઃ || ? ”
જેમ નિર્મળ રત્ન ઉપર ચંદ્ર સૂર્યનાં કિરણે સારી રીતે સંકમે છે, તે જ પ્રમાણે ભવ્ય પ્રાણીઓના હૃદયમાં ધર્મોપદેશના સમૂહો સુખે કરીને પ્રવેશ કરે છે.”
હું તીર્થકરેના ચરણકમળને નમીને હિતોપદેશ કહું છું. તે હે ભવ્ય ! તમે સાંભળે. એ પ્રમાણે આ લોકને સંબંધ છે. આ રીતે ઈંદ્રવજી છંદવાળા પહેલા કાવ્યને અર્થ થયે. આ આખા ગ્રંથમાં મૂળ લેકે ઈંદ્રવજા છંદવાળા જ છે. ૧ सेविज सव्वन्नुमयं विसालं, पालिज सील पुण सव्वकालं । न दिजए कस्स वि कूडालं, छिदिज एवं भवदुकजालं ॥२॥
મૂળાર્થી—વિશાળ એવા સર્વજ્ઞના મતને આશ્રય કરે, તથા સર્વદા શીલ પાળવું, તથા કેઈને પણ ફૂટ (ખોટું) આળ ન દેવું, એ પ્રમાણે કરવાથી ભવદુ:ખના સમૂહને પ્રાણી છેદે છે. ૨
ટીકાર્થ_હિતોપદેશને ક્રમ આ પ્રમાણે છે.—“વિશાળ” એટલે વિસ્તીર્ણ અથવા સર્વ બીજાં શાસન કરતાં સર્વોત્કૃષ્ટતાએ . કરીને જે છે તે વિશાળ કહેવાય છે. એવા “સર્વજ્ઞના મતને ”— ભૂત, વર્તમાન અને ભાવી વસ્તુતત્ત્વના સમૂહને દ્રવ્ય અને પર્યાયથી જે જાણે તે સર્વજ્ઞ કહેવાય છે, તેના “મતને”—શાસનને સે