________________
એમાં આ સૂત્રની આરાધના પણ સમ્યગ મોક્ષસાધકરૂપે પરમ આધાર છે. તત્વાર્થ–ભાષ્યમાં, “ઘારિ તુ વિનવન અમરિન
મવતિ' એક પણ જિનવચનસાગરનું વચન આરાધ્ય દેશગામી બનાવે છે, એ માષતુષમુનિ, ચિલાતીપુત્ર જેવા આરાધકેમાં દેખાય છે. ત્યારે ૧૪ પૂર્વી જેવા પણ બે પ્રમાદભાવે વિરાધક થયા, તે નીચગતિમાં રીબાવાનું ભુવનભાનુકેવળી ચરિત્રમાં જોવા મળે છે. માટે સુજ્ઞ આત્માઓ વિરાધના ટાળી સમ્યફ શ્રદ્ધાપૂર્વક આ સૂત્ર અને સૂત્રોક્ત માર્ગની આરાધના અવય કરીને મોક્ષસાધક થાએ; જેથી જીવન ધન્ય ઉતાર્થ બને, એવી મારી મંગળકામના છે.
પંચસૂત્રને સંક્ષિપ્ત પરિચ સૂત્રના પાંચે ય નામો યથાર્થ ભાવભર્યા છે. અનાદિ મહામિથ્યાત્વપાપને પ્રતિઘાત-સંપૂર્ણઘાત કરી, મુનિધર્મ સાધવા યોગ્ય ભાવશ્રાવક બની સાધુધર્મની તૈયારી કરીને વિધિપૂર્વક શાસન પ્રભાવના સાથે ચારિત્ર અંગીકાર કરે છે, ને ગુરુના શરણે જ્ઞાન મેળવી સમ્યફ ચારિત્ર આરાધી કેવળજ્ઞાની થઈ દુઃખમય કર્મવિટંબણાને સંપૂર્ણ પાર કરી જવા દ્વારા અનંત સુખમય સિદ્ધ દશા ભેગવે છે. એ પાંચ સૂત્રોના સંક્ષિપ્ત ભાના કેટલાક મુદ્દા જાણવાથી આ સૂત્રની આરાધના માટે આત્મા ઉત્સાહિત અને સમર્થ બનશે એટલે એ જાણવા જરૂરી હાઈ અહીં આલેખાય છે.
O (૧) પ્રથમસૂત્રમાં “પાપપ્રતિઘાત-ગુણ બીજાધાન માટે જીવને મુમુક્ષુ બનાવવા વીતરાગ સર્વજ્ઞ જિનેશ્વર ભગવંત આદિની ઓળખાણ કરાવી સાચી દેવગુરુધર્મ–શુદ્ધિ કરી દેખાડી છે. અસત્તના શાસનમાં પણ સરાગી-સગ્રન્થ દેવ-ગુરુને પ્રાણસમ વહાલા તે કરે છે, પરંતુ એ સંસારહેતુ હાઈ મિથ્થારૂપે છે. તેથી આ સૂત્ર પ્રથમ તે મોક્ષદાતા પરમેશ્વરની સાચી પિછાણ બતાવે છે, અને અરિહંતાદિ ચાર શરણેથી સનાથ જીવન કરી, અનાદિપાપનાં પ્રતિકમણ-નિંદા