Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૪૭] અહીં સુધી તેઓની બુદ્ધિ પહેચેલી છે. અર્થાત તેઓ પણ માત્ર “બુદ્ધિ સુધી જ પ્રાણીઓના વ્યક્તિત્વનું મૂળ છે.” એટલેથી અટકી જઈ, ત્યાં જ સ્થિર થઈ શકતા નથી. પાછી અનેક શંકાઓ તેઓને ઉભવે છે. આત્મા શબ્દનો ઉપયોગ કરીને “તે એક સ્વતંત્ર પદાર્થ છે.” એમ સ્પષ્ટ હજી બોલતા નથી. અને તેથી આગળ વધીને “દરેક આત્મા અને વિશ્વના બીજા પદાર્થોની વચ્ચે પણ
પર કોઈ સંબંધે છે, તથા ઉત્પાદક સ્થિતિ અને વ્યયાત્મક એક'મહાસત્તાઃ વિશ્વવ્યાપક સંચાલનના કારણભૂત છે.” ત્યાં સુધી પહોંચેલા નથી. ઝાંખું ઝાંખું “કાંઈક” તેઓની વિચારણામાં ભાસે તે છે જ. પરંતુ કોઈ સ્પષ્ટ કહી શકતા નથી. તેઓએ વિચારણાઓ ઘણું ઘણી કરી છે, ને કરે છે, તેના અનેક રીતે વિશ્લેષણ કરે છે. પરંતુ હજી બધું અદ્ધર બાજીએ-કામચલાઉ વિચારણારૂપે અચોક્કસ સ્થિતિમાં ચલાવે છે, ચલાવ્યે રાખે છે.
આજના વૈજ્ઞાનિકે હજુ આત્મા-પહાથ વિષેના જ્ઞાનમાં ખાસ કરીને આગળ વધી શક્યા નથી. પરંતુ ભૌતિક પદાર્થોમાં ઘણું ઘણું શોધી શકયા છે.” એમ આજના ઘણું સામાન્ય સમજના માનો બોલી રહ્યા છે. પરંતુ કદરત એટલી બધી અગાધ છે, કે– હજુ પાશેરમાં પહેલી પૂણી પણ કંતાઈ નથી.” એમ ખુદ વૈજ્ઞાનિકે જ માને છે, ને લખે છે. વૈજ્ઞાનિકો આજે લગભગ સો જેટલા (કાંઈક ઓછા) જગતના મૂળભૂત પદાર્થો માને છે. પરંતુ તે તે સવ પુગલ-પરમાણુઓના જુદા જુદા સ્વરૂપના સંખ્યાતીત પરિણામોમાં જ સમાવેશ પામી જતા હોય છે. એટલે આધુનિક વિજ્ઞાનના સર્વ તને માત્ર પુદ્ગલ દ્રવ્યમાં જ સમાવેશ થઈ જાય છે. કારણ ભૌતિક પદાર્થો પુદગલ દ્રવ્યમાં સમાય એ સ્વાભાવિક છે.
[ ૧૮ ] પ્રાચીન આત્મજ્ઞાનીઓ: અને શાસ્ત્રો: ત્યારે ભારતના સર્વજ્ઞ મહાજ્ઞાની પુરુષોએ “આત્મા” ઈન્દ્રિયોથી અગ્રાહ્યઃ પરંતુ સ્વાત્માના વસંવેદનથી.ગ્રાહ્યઃ પદાર્થ છે. તથા અન્ય આત્માઓ જે સંવેદને કરતા હોય છે, અને તતપ્રયુક્ત ચેષ્ટાઓ કરતા હોય છે, તે ઉપરથી તે બીજા આત્માઓ પિતાના જ્ઞાનાદિકને ઉપયોગ કરે છે, જ્ઞાના- . દિકને આધારે પ્રવૃત્તિ-નિવૃત્તિ કરે છે. તેના જ્ઞાનરૂપ હેતુની મદદથી એટલે કે જ્ઞાનના સ્વઉપયોગની સહાયથી અનુમાન કરીને અન્ય આત્માનું પણ અસ્તિત્વ હોવાનું સમજી શકાય છે.” એમ કહ્યું છે. તથા–“પ્રત્યેક પ્રાણુના જ્ઞાનઃ શ્રદ્ધા સારા-ખોટા વતનઃ ઈન્દ્રિયના જુદા જુદા વપરાશઃ મનની જુદી જુદી સ્થિતિઃ બુદ્ધિમાં થતી જુદી જુદી અસર વગેરે ઉપરથી પ્રત્યેક આત્મા પણ પોતપોતાના જુદા જુદા ગુણ ધરાવે છે” એમ બતાવ્યું છે. તે સર્વેમાં બાહ્ય વધ-ઘટ કરનાર કર્મનું “સાચા કામ” કેવી રીતે કામ કરી રહ્યું છે? તે પણ વિસ્તારથી બતાવેલું છે.
તેને આધારે આખી જીવનવ્યવસ્થા ચાલે છે અને તેના સારા યા નરસાણાના વિકાસ તથા હાસના પૃથક્કરણે સમજી શકાય, તેવો વિકાસ-હાસ કરી શકાય છે.” વગેરે સદ્ભુત વસ્તુસ્થિતિઓ બહુ જ સ્પષ્ટ રીતે સમજાવી છે.”
રત્નત્રયી-સમ્યગદર્શનઃ જ્ઞાનઃ ચારિત્રમય-વ્યવસ્થા, હે પાદેય વ્યવસ્થા તથા ઈહલેક પરલેકઃ પરમાત્મતત્વઃ” વગેરે સમજાવ્યા છે. એ જ વિચારણાઓને વધારે ઉંડી લઈ જઈ “જડ-ચેતન પદાર્થો તેઓને પરસ્પર સંબંધઃ તે સર્વમાં ઘણું ઘણું વિષમતાઓ છતાં ઘણું ઘણું સમાનતાઓઃ દ્રવ્યત્વ: ગુણઃ પર્યાયઃ નિત્યઃ અનિત્યત્વઃ એકત્વ અને પરિણામિત્વઃ અપરિણામિત્વઃ સ્વ-સ્વામિત્વઃ પર-વામિત્વ: મૂતત્વઃ અમૂર્તવઃ વ્યાપકત્વ વ્યાપકત્વઃ ભિન્નત્વઃ અભિન્નત્વઃ અસ્તિત્વઃ નાસ્તિત્વ ચેતનઃ અચેતત્વઃ પૃથફત્વઃ અપૂફઃ અન્યત્વઃ અનન્યત્વઃ વગેરે” સમજાવેલ છે. તેથી આગળ
* “ન્દ્રિયાન વરાહુઃપૃ૦ ૭૮૫. Jain Education International For Private & Personal Use Only
WWW.jainelibrary.org.