Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૪૬] મનુષ્યના શરીરમાં મગજ એક ભારે અગત્યનું અવયવ છે. આ મગજ કેવી રીતે કામ કરે છે? તે વિષે આપણું જ્ઞાન અલ્પ છે. મગજના અમુક ભાગોમાં થતી ક્રિયાઓને લીધે શરીરના અવયવનું હલન-ચલન થાય છે. માણસ બોલે છે અથવા આવેશ અનુભવે છે. એ સિદ્ધાંતનું સમર્થન કરવા મગજના નકશાઓ દેરવામાં આવ્યા છે. અને કયા ભાગમાં થતી અસરને લીધે શરીર પર શી અસર થાય છે? તે જણાવવામાં આવ્યું છે. પરંતુ એક જમન વિજ્ઞાનીના જણાવ્યા પ્રમાણે “આ બરાબર નથી. મગજના આ વિવિધ ભાગો વિજળીની સ્વીચ જેવા છે. પરંતુ એમની પાછળનું બળ બીજે કયાંકથી આવે છે.”
મગજની કામગીરી સમજાવવા તેના આંતર મગજ અને બાહ્ય મગજ એવા બે ભાગે પાડવામાં આવ્યા છે. અને તેને લીધે માણસમાં બે પ્રકારની વિચારવૃત્તિ ચાલુ રહે છે. બાહ્ય મન વાસ્તવિક બાબતેને વિચાર કરે છે, જ્યારે આંતરમન સંસ્કારને સંઘરી રાખે છે. આ આંતરમનમાં સંઘરાયેલી વૃત્તિઓ જ માનવીનું ઘડતર કરે છે, અને એમાંથી મનુષ્યનું સાચું વ્યક્તિત્વ ઘડાય છે.
પરંતુ મગજના આવા ભાગો કે જુદી જુદી શરીરની ક્રિયાઓ માટેનાં કેન્દ્રોને સિદ્ધાંત માત્ર કલ્પના જ છે.
મગજની સરખી જ રચના ધરાવતા બે માનવીઓ લઈએ, તે એક બનાવ એ બન્નેને મગજે પર જુદી જુદી અસર પાડે છે. મગજને અમુક ભાગ માનવીની બુદ્ધિ સાથે સંબંધ ધરાવે છે, એમ અત્યારસુધી માનવામાં આવ્યું હતું. પરંતુ તાજેતરમાં એક દર્દીના મગજનું ઓપરેશન કરી મગજનો આ ભાગ કાઢી નાંખવામાં આવ્યો હતો. છતાં પણ એ દર્દીની બુદ્ધિને કશી જ અસર થઈ ન હતી. હા, એ માણસનો સ્વભાવ કરકસરિયે થઇ ગયો હતો. પણ એ બાબતને આ ઓપરેશન સાથે કશે જ સંબંધ ન હતો.
આને લીધે માનસશાસ્ત્રીઓ હવે માનવા લાગ્યા છે, કે શરીરની અમુક ક્રિયાઓને મગજના અમુક ભાગ સાથે નહિ પણ અનેક ભાગો સાથે સંબંધ છે.
મનુષ્યના મગજના આંતર મન અને બાહ્ય મન એવા જે બે ભાગે પાડવામાં આવે છે. તે બન્ને એક બીજા પર અસર કરે છે. અને હવે માનવામાં આવે છે, કે-મનમાં જે ગજગ્રાહ ચાલે છે, તે વાત બરાબર નથી. અને મગજ સમગ્રપણે જ વિચાર કરે છે.
મગજની બાબતમાં સંશોધન કરનાર પ્રખ્યાત જમીન વિજ્ઞાની લેબેન્થલ માને છે, કે-આત્મા જેવી કોઈ ચીજ હયાતી ધરાવે છે. પરંતુ મગજના સંશોધનની વિજ્ઞાનિક પદ્ધતિથી આપણે તેને પાર પામી શકીશ નહિં. આ આત્મા હયાતી ધરાવે છે. પરંતુ એની હયાતી સક્ષમ છે. આવો આત્મા શરીરમાં શો ભાગ ભજવે છે ? તે વિષયમાં ભારતીય તત્વજ્ઞાન ધણું જ આગળ વધ્યું છે. અને અનુભવ, પ્રયોગ, નિરીક્ષણ વગેરેને પરિણામે તેને વિષે ચોક્કસ ખ્યાલ બાંધવામાં આવ્યા છે.'
આ આત્માને સમજવા માટે સ્થૂલ ભૌતિક વિજ્ઞાન પુરતું નથી.”
આ “માનવના વ્યક્તિત્વ વિષે વિચાર કરતાં હાલનું ભૌતિક વિજ્ઞાનઃ ઈન્દ્રિઃ મગજ અને મન સુધી પ્રથમ પહેચેલું હતું, હવે તે વૈજ્ઞાનિકે પણ મનને જડ માનતા થયા છે ને કહે છે કે“મનની પાછળ વિચારોનું એકીકરણ કરનાર બુદ્ધિ જ્ઞાન–શક્તિ કામ કરી રહેલી છે. ઉપરાંત બુદ્ધિની-જ્ઞાનની સંગતિઓ કરનાર-પ્રેરક-જ્ઞાતા કેઈ હો જોઈએ. જ્ઞાન વ્યાપાર છે. સેય જ્ઞાનને વિષય છે. અને જ્ઞાન દ્વારા યને કોઈ જ્ઞાતા-જાણનાર હો જ જોઈએ. પરંતુ જેના સ્વરૂપને ખ્યાલ હજી તેઓને આવતું નથી. પરંતુ કહે છે, કે-“ કાંઈક છે, જે અગમ્ય છે. Some thing irrational.”
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org